<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Wednesday, 18th February 2026

પોરબંદરના બોખીરામાં મેગા ડીમોલેશન

મહાનગરપાલિકા હદ વિસ્‍તારમાં સરકારી ખરાબા તેમજ રોડ સાઇડ ગેરકાયદે દબાણો હટાવવાની કાર્યવાહી

(પરેશ પારેખ દ્વારા) પોરબંદર તા. ૧૮: બોખીરા વિસ્‍તારમાં મહાનગરપાલિકા દ્વારા સરકારી ખરાબા તેમજ રોડ સાઇડ ગેરકાયદે દબાણો હટાવવાની કાર્યવાહી શરૂ થઇ છે.

મહાનગર પાલિકા હદ વિસ્‍તાર બોખીરામાં દબાણકારોને નોટીસો બાદ ગેરકાયદે દબાણો હટાવવાની કામગીરી શરૂ થઇ છે. આ ગેરકાયદે પેશકદમી હટાવ કામગીરીમાં સરકારી ખરાબાની ૮રપ૦ ચોરસ મીટર જમીન તેમજ રોડ સાઇડ અન્‍ય સ્‍થળોએ ૧રપ૦૦ ચો.મી. ગેરકાયદે દબાણ ઉપર બુલડોઝર ફેરવીને દબાણો હટાવાશે નંદેશ્‍વર મંદિર વિસ્‍તારમાં ગેરકાયદે દબાણો દુર કરાશે.

મહાનગરપાલિકા દ્વારા શરૂ થઇ રહેલ મેગા ડીમોલેશન ર દિવસ ચાલશે. બે દિવસ પહેલા રાજીવનગર વિસ્‍તારમાં ગેરકાયદે પેશકદમી દુર કરાઇ હતી આ પહેલા રાણાવાવ અને કુતિયાણા નજીક હાઇવે સાઇડ ગેરકાયદે દબાણો ઉપર તંત્રએ બુલડોઝર ફેરવીને કિંમતી જમીન ખુલી કરી હતી.

(1:19 PM IST)