<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Wednesday, 18th February 2026

આજ સાંજથી પવિત્ર રમજાન માસનો પ્રારંભ થવાની સંભાવના

સઉદી અરબમાં ગઇ કાલે ચાંદ દેખાયા બાદ ત્‍યાં આજે પ્રથમ રોઝુ છે

વાંકાતેર, તા. ૧૮: સાઉદી અરબમાં ગઇ કાલે ચાંદ દેખાયાની સાથે જ બુધવારે પ્રથમ રોઝાની જાહેરાત કરાઇ હતી.

‘મનબર્થ'ની દરમાસની ખગોળીય ગતિ અનુસાર ખાડી સહિત યુરોપના દેશોમાં ચાંદ દેખાયા બાદ એશિયા સહિત આસપાસના દેશોમાં બીજા દિવસે ચાંદ દેખાય છે. ચાંદની આ એક નિર્ધારિત અને નિヘતિ ખગોળીય ક્રમ છે.

વ્‍હોરા સમુદાય મિસરી કેલેન્‍ડરને અનુસરે છે જેથી તેઓમાં ગઇ કાલથી રમઝાનના રોઝાની શરૂઆત સાથે આજે બીજુ રોઝુ છે. જયારે હિજરી કેલેન્‍ડર મુજબ સઉદીમાં ગત સાંજે ચાંદ દેખાયાના એલાન સાથે ત્‍યાં રમઝાનના પ્રારંભ સાથે રાત્રે તરાવીહની શરૂઆત સાથે આજે પ્રથમ રોઝો છે.

જયારે ભારત દેશમાં આજે સાંજે ચંદ્રદર્શનની પુરી સંભાવના હોઇ, ચાંદ દેખાતા જ રમઝાન માસનો પ્રારંભ થઇ ને રાત્રે રમઝાનની ખાસ નમાઝ તરાવીહ નો પ્રારંભ થશે અને આવતી કાલ ગુરૂવારથી પ્રથમ રોઝાની શરૂઆત થશે.

(11:33 AM IST)