તા. ૧૨ નવેમ્બર ર૦ર૬ વિક્રમ સંવત ર૦૮૩ કારતક સુદ – ૩ ગુરૂવાર
News of Wednesday, 18th February 2026
ઝેઝરી થી અંકેવાળીયા ગામ જવાના કાચા માર્ગે આવેલ ખેતરમાં ૮ાા લાખનો દારૂ ઝડપાયો

વઢવાણ, તા.૧૮: ઝેઝરી થી અંકેવાળીયા ગામ જવાના કાચા માર્ગે આવેલ મયુરખાન મહમદખાન મલેક રહે.ઝેઝરી તા.પાટડી વાળાના કબ્જા ભોગવટા વાળા ખેતરમાં આરોપી (૧) મયુરખાન (૨) બિસ્મીલ્લાખાન ઉર્ફે બિસુ દીલાવરખાન મલેક રહે.પીપળી તા.પાટડી વાળા એમ બન્ને જણાએ મળીને ઝેઝરી થી અંકેવાળીયા ગામ જવાના કાચા માર્ગે આવેલ મયુરખાન કબ્જા ભોગવટા વાળા ખેતરમા કડબના ઢગલાની આડસમા વિદેશી દારૂ ની કાચની તથા પ્લાસ્ટીકની નાની-મોટી બોટલો તથા બીયરના ટીન એમ કુલ બોટલ નંગ-૧૩૪૪ કિં.રૂા.૮,૬૩,૧૮૪/નો પ્રોહી મુદ્દામાલ રાખી બન્ને આરોપીઓ રેઇડ દરમિયાન હાજર નહી મળી આવેલ ન હતા ત્યારે પોલીસે વધુ તપાસ શરૂ કરી છે.
(11:05 AM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
