<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Wednesday, 18th February 2026

બાબરાના ફુલઝર પાસે બાઇક સ્‍લીપ થતાં ખીજડીયા કોટડાના વૃધ્‍ધનું મોત

૭૫ વર્ષના વલ્લભભાઇ ગુમસણા નજીકના દેવળીયા ગામથી પરત આવતાં હતાં: રાજકોટમાં સારવારમાં મૃત્‍યુ થતાં પરિવારમાં શોક

 

રાજકોટ તા. ૧૮: બાબરા નજીક ફુલઝર અને ખીજડીયા ગામ વચ્‍ચે બાઇક સ્‍લીપ થઇજતાં ખીજડીયા કોટડા ગામના વૃધ્‍ધનું ગંભીર ઇજા થતાં મૃત્‍યુ થયું છે.

જાણવા મળ્‍યા મુજબ ખીજડીયા કોટડા ગામે રહેતાં વલ્લભભાઇનાનજીભાઇ ગુમસણા-પટેલ (ઉ.વ.૭૫) અઢારેક દિવસ પહેલા બાઇક હંકારી નજીકના દેવળીયા ગામે કામ માટે ગયા હતાં. ત્‍યાંથી પરત પોતાના ગામ આવતા હતાં ત્‍યારે રસ્‍તામાં વાહન સ્‍લીપ થઇ જતાં ગભીર ઇજા થતાં ગોંડલ સારવાર અપાવાયા બાદ રાજકોટ સિવિલ હોસ્‍પિટલમાં દાખલ કરાયા હતાં.

અહિ આજે વેહલી સવારે તેમનું મૃત્‍યુ થતાં હોસ્‍પિટલ ચોકીના સ્‍ટાફે બાબરા પોલીસને જાણ કરી હતી. મૃત્‍યુ પામનાર વલ્લભભાઇ ત્રણ ભાઇ અને બે બહેનમાં વચેટ હતાં અને ખેતી કરી ગુજરાન ચલાવતાં હતાં. સંતાનમાં એક દિકરો અને એક દિકરી છે. મોભીના મૃત્‍યુથી પરિવારજનોમાં શોક છવાઇ ગયો હતો.

(11:02 AM IST)