<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Tuesday, 17th February 2026

પોરબંદરમાં અર્જુનભાઇ મોઢવાડિયાના જન્‍મદિને આજે સાંજે ભાવેશ્વર મંદિરે મહાઆરતી

(પરેશ પારેખ દ્વારા) પોરબંદર, તા. ૧૭: રાજયના કેબીનેટ મંત્રી અને ધારાસભ્‍ય અર્જુનભાઇ મોઢવાડિયાના જન્‍મદિને આજે સાંજે ભાવેશ્વર મંદિરે મહાઆરતી રાખેલ છે.

કેબિનેટ મંત્રી અને ધારાસભ્‍ય શ્રી અર્જુનભાઇ મોઢવાડિયાના જન્‍મદિવસ નિમિતે જિલ્લા ભાજપ મહિલા મોરચા દ્વારા ભાવેશ્વર મહાદેવ મંદિરે મહાઆરતીનો કાર્યક્રમ સાંજે ૬-૩૦ વાગ્‍યે રાખેલ છે. આ મહાઆરતીમાં અર્જુનભાઇ મોઢવાડીયાના ધર્મપત્‍ની શ્રીમતી હીરાબેન મોઢવાડીયા ઉપસ્‍થિત રહેશે.

ભાવેશ્વર મંદિરે મહાઆરતી આયોજન માટે ખ્‍યાતિબેન લોઢારી-જિલ્લા ભાજપ મહિલા મોરચા પ્રમુખ, વર્ષાબેન કારાવદરા- જીલ્લા ભાજપ મહિલા મોરચા મહામંત્રી તથા કીર્તિબેન પુરોહિત - જીલ્લા ભાજપ મહિલા મોરચા મહામંત્રી જહેમત ઉઠાવી રહયાં છે

(11:56 AM IST)