<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Tuesday, 17th February 2026

ગોંડલ જુના યાર્ડમાં યુવક ઉપર છરીથી હુમલો

પાછળના ભાગે ર ઘા ઝીંકી દીધાઃ રૂપિયાની લેતીદેતી કારણભૂત

તસ્વીરમાં ઇજાગ્રસ્ત યુવક તથા ઘટનાસ્થળે લોકોના ટોળા અને ઘટનાસ્થળ નજરે પડે છે. (તસ્વીરઃ ભાવેશ ભોજાણી- ગોડલ)
ગોડલ તા.૧૭ઃ ગોડલના જુના માર્કેટીંગ યાર્ડમાં રૂપિયાની લેતીદેતીમાં ઍક યુવક ઉપર છરીથી હુમલો થતા દોડધામ મચી ગઇ છે.
પ્રાપ્ત માહિતી મુજબ ગોîડલમાં આવેલા જુના માર્કેટીંગ યાર્ડમાં આજે સવારે જુસબશા મામદશા રફાઇ (ઉ.વ.૪૦) ઉપર કોઇઍ છરીનો ઘા ઝીંકીને હુમલો કરતા લોકોના ટોળા ઘટનાસ્થળે ઍકત્ર થઇ ગયા હતા.
આ યુવકને ઇજાગ્રસ્ત હાલતમાં ગોîડલમાં આવેલ ડો.વાડોદરીયાની હોસ્પિટલમાં સારવારમાં ખસેડેલ છે. આ યુવકને પાછળના ભાગે છરીના ર ઘા ઝીંકી દેવામાં આવ્યા છે.

(1:11 PM IST)