તા. ૧૨ નવેમ્બર ર૦ર૬ વિક્રમ સંવત ર૦૮૩ કારતક સુદ – ૩ ગુરૂવાર
News of Tuesday, 17th February 2026
ભવનાથ મેળામાં પોલીસનું માનવતાભર્યુ સુંદર કાર્ય : બગસરાના યુવાનનો જીવ બચાવ્યો

જૂનાગઢ, તા.૧૭: સંતોની નીકળતી રવેડીના દર્શન માટે ભવનાથમાં લાખોની મેદની ઉમટી પડી હતી એ વચ્ચે પોલીસની પરીક્ષા થતી હતી એવી જનમેદની વચ્ચે ચૌદ ચૌદ કલાક સતત ફરજ પર રહેતી પોલીસ કાલે ભવનાથ માં આવેલ મંગલમ હોટલ સામે એકવીસ નંબરની પોલીસ રાવટી નજીક અકડે ઠક માનવ મેદની રવેડીના દર્શન માટે બપોરથી જ લાઇનમાં ઉભા રહી ગયેલા ત્યારે આ એકવીસ નંબરની ચોકી નજીક લાઇનમાં ઉભા રહેલ એક ત્રીસ વર્ષીય યુવાનને હાર્ટએટેક આવતા બે ભાન હાલતમાં જમીન પર ઢળી પડેલ લોકો આ યુવાનને બચાવવા ૧૦૮ એ કોલ કરવા લાગેલ પરંતુ એ જગ્યાએ એમ્બ્યુલન્સ કે અન્ય વાહનને પહોંચવું અશકય હતું એ પહોંચવામાં વાહનને એકાદ કલાક જેવો સમય જતો રહે તેવી ભીડ વચ્ચે આ ત્રીસ વર્ષનો યુવાન કણસતો બેભાન ભડયો હતો લોકોએ નજીકની પોલીશ રાવટીનો સંપર્ક કરેલ ત્યારે ફરજ પરના પોલીસકર્મીઓ સ્થળ પર જોઈને યુવાનો જીવ કેમ બચાવવો એ વિચારતા હતા.
એમાં સાથી પોલીસ હેડ કોન્સ્ટેબલ અમરેલી જિલ્લામાંથી મેળાના ખાસ બંધોબસ્તમાં મુકાયેલ મૂળ બગસરાના રાજગોર બ્રાહ્મણ ઉમેદભાઈ મહેતા જેવો એ આ યુવાનની સ્થિતિ જોઈ ૧૦૮ પહોંચી શકે એમ ન હોઈ ૩૦ વર્ષનો યુવાન જીવન મરણ વચ્ચે હતો એવા સમયે પલવાર નો વિચાર કર્યા વગર આ યુવાનને ચકીને ભવનાથ પોલીસ સ્ટેશન નજીક આવેલ ઇમરજન્સી સારવાર કેન્દ્ર સુધી ચકીને દોટ મુકેલ જેના લીધે આ યુવાનને પ્રાથમિક સારવાર ઓક્સિજન વગેરે મળી જતા આ યુવાનનો જીવ બચી ગયેલ.
જ્યારે પોલિશકર્મી આ યુવાનને ચકી ને દોટ મુક્તા હાજર કોઈ યાત્રીકે આ વિડ્યો પોતાના મોબાઈલમાં સૂટ કરેલ જે વિડ્યો હાલ વાયરલ થતા પ્રતિનિધિ જયેશ દવે એ આ પોલિશ કર્મી નો સંપર્ક કરી સાચી હક્કીક્ત જાણવા મળેલ પોલિશકર્મીને આ માનવતા વાદી આ કાર્ય થી એક યુવાનને તાત્કાલિક સારવાર મળી જતા યુવાનનો જીવ બચી જતા આ પોલીસકર્મી ઉમેદ મહેતાના કાર્યની સરહના થઈ રહી છે.
(11:01 AM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
