<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Tuesday, 17th February 2026

પોરબંદર ચેમ્બર કોમર્સના વિવાદમાં નવો વળાંક : ચાવી નવા કે જૂના કોઈ ટ્રસ્ટી પ્રમુખો પાસે નહીં, પોલીસ કબજામાં રહેશે

કીમતી સામાન કાઢી આપ્યા બાદ ચેમ્બર ઓફ કોમર્સની કચેરીની ચાવી પોલીસ અધિકારીને સોંપી દેવા જીજ્ઞેશ કારિયા અને નલિન કાનાણી થયા સહમત.

પોરબંદર ચેમ્બર કોમર્સના વિવાદમાં માત્ર 24 કલાકમાં નવો વણાંક આવ્યો છે. ચેમ્બર ઓફ કોમર્સની ચાવી નવા કે જૂના કોઈ ટ્રસ્ટી પ્રમુખો પાસે નહીં, પોલીસ કબજામાં ઓફિસની ચાવી રહેશે  વિવાદિત ચેમ્બર ઓફ કોમર્સના પ્રમુખ જીજ્ઞેશ કારિયા અને નલિન કાનાણી પોલીસ મથકે પહોંચ્યા હતા . પોલીસ સાથે ખાનગી મીટિંગ બાદ બંને ચેમ્બર ઓફ કોમર્સ પહોચ્યા બાદ પોલીસ પણ ચેમ્બર ઓફ કોમર્સમાં પહોચી હતું . જીજ્ઞેશ કારિયાને જરૂરી દસ્તાવેજો અને કીમતી સામાન કાઢી આપવા આખરે નક્કી થયું હતું . નલિન કાનાણી કીમતી સામાન કાઢી આપવા સહમત થયા હતા . કીમતી સામાન કાઢી આપ્યા બાદ ચેમ્બર ઓફ કોમર્સની કચેરીની ચાવી પોલીસ અધિકારીને સોંપી દેવા જીજ્ઞેશ કારિયા અને નલિન કાનાણી સહમત થયા હતા . ગઈકાલે ગેરકાયદે કબજો જમાવી બેઠેલા જીજ્ઞેશ કારિયા સામે રોષ સાથે નલિન કાનાણી જૂથે ચેમ્બર ઓફ કોમર્શિયલ તાળા તોડી ચેમ્બર ઓફ કોમર્સનો કબજો મેળવી લીધો હતો. આજે અચાનક નવો વણાંક આવ્યો અને બંને સાથે ચેમ્બર ઓફ કોમર્સમાં કિંમતી સામાન કાઢવા પહોચ્યા હતા .

(12:26 AM IST)