તા. ૧૨ નવેમ્બર ર૦ર૬ વિક્રમ સંવત ર૦૮૩ કારતક સુદ – ૩ ગુરૂવાર
News of Monday, 16th February 2026
જેતપુરના અમનગર અને ખીરસરા વચ્ચે AAPના નેતા યુવરાજસિંહ પર હુમલો
નકલી દૂધના ટેન્કરનો પર્દાફાશ કરતા પહેલા જ ટેન્કર માફિયાઓ તૂટી પડ્યાં હોવાનો આરોપ

જેતપુર તાલુકાના અમનગર અને ખીરસરા વચ્ચે AAPના નેતા યુવરાજસિંહ પર ટેન્કર માફિયાઓ દ્વારા હુમલો કરવામાં આવ્યો હોવાનો મામલો સામે આવ્યો છે.
પ્રાપ્ત વિગતો અનુસાર, યુવરાજસિંહ નકલી દૂધના ટેન્કર અંગે મળેલી માહિતીના આધારે રેકી કરવા માટે નીકળ્યા હતા. તેઓ ટેન્કર પાછળ જોડાઈ તેની હિલચાલ પર નજર રાખી રહ્યા હતા ત્યારે આ બનાવ બન્યો હતો.
વડીયા તાલુકાના હનુમાન ખીજડીયા ગામથી અરવલ્લી જિલ્લાના બાયડ સ્થિત ડેરીમાં દૂધ ઠાલવવામાં આવતું હોવાની શંકા વ્યક્ત થઈ રહી છે. આ સમગ્ર મામલે નકલી દૂધના ધંધા સાથે સંકળાયેલા ટેન્કર માફિયાઓ સક્રિય હોવાનો આક્ષેપ કરવામાં આવી રહ્યો છે. યુવરાજસિંહ આ ટેન્કરની હકીકત બહાર લાવવા માટે પ્રયાસ કરી રહ્યા હતા.
(10:51 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
