<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Monday, 16th February 2026

બગસરામાં ટ્રકની ડીઝલ ભરવાની ટેન્‍કમાં ગેસ વેલ્‍ડીંગ કરતા બ્‍લાસ્‍ટઃ બેને ઇજા

(સમીર વિરાણી દ્વારા) બગસરા તા.૧૬: શહેરના જેતપુર રોડ ઉપર મઢુલી પાનની પાસે આવેલ ચામુંડા ગેસ વેલ્‍ડીંગ નામની દુકાનમાં કામ કરતા હોય તે દરમિયાન અચાનક ડિઝલ ટ્રેક માં બ્‍લાસ્‍ટ થતા દોડધામ મચી હતી આશરે સો મીટર જેવી ટાંકી ઉછડીને પડી હતી અને તેમના પતરા જુદા થઈ ચારે તરફ ફેલાઈ ગયા હતા

દુકાનમાં ટ્રકની ડીઝલની ટ્રેકમાં ગેસ વેલ્‍ડીંગ દરમ્‍યાન અકસ્‍માતે બ્‍લાસ્‍ટ થતા બે લોકો ઈજાગ્રસ્‍ત થયા હતા.

 ઈજાગ્રસ્‍તોને તાત્‍કાલિક ૧૦૮ મારફતે સારવાર હોસ્‍પિટલમાં ખસેડવામાં આવ્‍યાબ્‍લાસ્‍ટ એટલો મોટા થયો કે આસપાસથી લોકો દોડી આવ્‍યા.૧૦૮ મારફતે કૌશિકભાઇ ધીરુભાઈ ડોડીયા રહે બગસરા અને ધર્મેશ અરવિંદભાઈ પંડ્‍યા રહે ભલગામ ઇજાગ્રસ્‍ત થયેલ. મોટી દુર્ઘટના ન સર્જાતા તંત્રએ હાશકારો લીધો હતો

એક વ્‍યક્‍તિને આંખમાં ઈજા થતા વધુ સારવાર અર્થે અમરેલી રીફર કરવામાં આવ્‍યા  છે.

 

(11:46 AM IST)