<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Monday, 16th February 2026

હળવદના અજીતગઢમાં વાસુદેવ ઇટોદરાનું સીડીએથી પડતાં મોત

 

રાજકોટ તા. ૧૬: હળવદના અજીતગઢ ગામે રહેતો યુવાન ઘરે સીડી ઉપરથી ઉતરતી વખતે પડી જતાં ઇજા થતાં મોત નિપજ્‍યું છે.

જાણવા મળ્‍યા મુજબ અજીતગઢ ગામે રહેતાં વાસુદેવભાઇ ગગજીભાઇ ઇટોદરા (ઉ.વ.૩૫) નામનો યુવાન સાંજે ઘરમાં સીડી ઉતરી રહ્યો હતો ત્‍યારે લપસી પડતાં માથામાં શરીરે ઇજાઓ થતાં હળવદ સારવાર અપાવી રાજકોટ સિવિલ હોસ્‍પિટલમાં ખસેડાયેલ. પરંતુ અહિ મૃત્‍યુ થતાં પરિવારમાં શોક છવાઇ ગયો હતો. હોસ્‍પિટલ ચોકીના સ્‍ટાફે જાણ કરતાં હળવદ પોલીસને જાણ કરતાં જરૂરી કાર્યવાહી કરી હતી.

(11:00 AM IST)