<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Monday, 16th February 2026

જેતલસર પાસે અકસ્‍માતમાં શિવરાત્રીનો મેળો કરી પરત ફરતા યુવતી સહિત ૩ના મોતથી અરેરાટી

કાર ડિવાઇડર સાથે અથડાતા કારના બે ટુકડા થઇ ગયા

અકસ્‍માતમાંમોતને ભેટેલ બે યુવાન અને યુવતીની ફાઇલ તસ્‍વીર. (તસ્‍વીરઃ કુલદીપ જોષી-જેતલસર)  (૪.૫)

જેતલસર, તા., ૧૬:  જેતલસર નજીક રેલ્‍વે બ્રીજ પર બે કાબુ બનેલી કાર ડિવાઈડર સાથે ધડાકા ભેર અથડાતા કારમાં સવાર એક યુવતી સહીત ત્રણના મોતથી અરેરાટી વ્‍યાપી ગઇ છે.

પ્રાપ્ત વિગતો મુજબ જેતલસર ચોકડી નજીક આવેલા રેલ્‍વે બ્રીજ પર વહેલી સવારે બે કાબુ બનેલી એક કાર ડિવાઈડર સાથે ધડાકા ભેર અથડાઈ હતી ત્‍યારે કારમાં સવાર મુસ્‍કાન હરેશભાઈ બગડા(ઉવ.૨૧), અરૂણ પ્રફુલભાઈ વાળા(ઉવ.૨૦), અને જયદીપ કિશોરભાઈ ચૌહાણ (ઉવ.૨૦) અને અમીશ ચનાભાઈ પરમાર(ઉવ.૧૯)ને ગંભીર ઈજાઓ થતા તેને સારવાર અર્થે જેતપુર સિવિલ હોસ્‍પિટલ ખાતે ખસેડવામાં આવ્‍યા હતા જ્‍યાં અરૂણ અને મુસ્‍કાનને મળત જાહેર કર્યા હતા જયારે જયદીપ અને અમીશને જેતપુર થી વધુ સારવાર અર્થે જૂનાગઢ સિવિલ હોસ્‍પિટલ ખાતે ખસેડવામાં આવ્‍યા હતા જ્‍યા જયદીપ ચૌહાણને મળત જાહેર કર્યો હતો અને અમીશને વધુ સારવાર માટે રાજકોટ સરકારી હોસ્‍પિટલ ખાતે ખસેડવામાં આવ્‍યો હતો ત્રણ ત્રણ યુવાનોના મળત્‍યુથી અરેરાટી વ્‍યાપી હતી, વધુ વિગત મુજબ યુવાનો જુનાગઢથી શિવરાત્રીનો મેળો કરી પરત ફરતા હતા ત્‍યારે કરૂણાંતિકા સર્જાઈ હતી, બનાવની જાણ થતા જેતપુર તાલુકા પોલીસ મથકના પી.આઈ હેરમા સહિતનો કાફલો ઘટના સ્‍થળે પહોંચી ઈજાગ્રસ્‍તોને હોસ્‍પિટલ ખાતે મોકલી તેના પરિવાર સુધી પહોચવા પ્રયત્‍નો હાથ ધર્યા હતા.પોલીસે અકસ્‍માતના લીધે રોડ પર સર્જાયેલો ટ્રાફિક ક્‍લીયર કરાવી ફરી વાહન પરિવહન વહેતું કર્યું હતું.

(1:09 PM IST)