<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Sunday, 15th February 2026

મોરબીમાં મહાનગરપાલિકા કમિશ્નર દ્વારા જાહેરનામું : મહાશિવરાત્રી પર્વે તમામ કતલખાના બંધ રાખવા, નોન વેજ વેચાણ પર પ્રતિબંધ:

જાહેરનામાંની સંબંધકર્તા સર્વેએ ચુસ્તપણે અમલવારી કરવાની રહેશે જાહેરનામાંનો ભંગ કરનાર સામે જી.પી.એમ.સી. એક્ટ ૧૯૪૯ ની કલમ ૩૨૯ અને ૩૩૬ અન્વયે ધોરણસરની કાર્યવાહી કરવામાં આવશે

મોરબી: મહાનગરપાલિકા કમિશ્નર દ્વારા જાહેરનામું પ્રસિદ્ધ કરવામાં આવ્યું તા. ૧૫ ફેબ્રુઆરીના રોજ મહાશિવરાત્રી પર્વે ભક્તો પૂજન અર્ચન કરતા હોય છે ભોલેનાથ મહાદેવની પૂજા આરાધના કરી હિંદુઓ મહા શિવરાત્રી પર્વની ભાવથી ઉજવણી કરતા હોય છે ત્યારે મહાશિવરાત્રી પર્વે તમામ કતલખાના બંધ રાખવા અને નોનવેજ વેચાણ પર પ્રતિબંધ ફરમાવવામાં આવ્યો છે
મોરબી મહાનગરપાલિકાના કમિશ્નર દ્વારા જાહેરનામું પ્રસિદ્ધ કરવામાં આવ્યું છે જેમાં જણાવ્યું છે કે તા. ૧૫ ફેબ્રુઆરીના રોજ મહાશિવરાત્રી નિમિતે મોરબી મહાનગરપાલિકા વિસ્તારમાં આવેલ તમામ પ્રકારના કતલખાના બંધ રાખવા તેમજ માંસ, મટન, ચીકન અને મચ્છીના વેચાણ પર પ્રતિબંધ ફરમાવવામાં આવે છે
જે જાહેરનામાંની સંબંધકર્તા સર્વેએ ચુસ્તપણે અમલવારી કરવાની રહેશે જાહેરનામાંનો ભંગ કરનાર સામે જી.પી.એમ.સી. એક્ટ ૧૯૪૯ ની કલમ ૩૨૯ અને ૩૩૬ અન્વયે ધોરણસરની કાર્યવાહી કરવામાં આવશે જેની તમામે ગંભીર નોંધ લેવા જણાવ્યું છે

(12:38 AM IST)