તા. ૧૨ નવેમ્બર ર૦ર૬ વિક્રમ સંવત ર૦૮૩ કારતક સુદ – ૩ ગુરૂવાર
News of Saturday, 14th February 2026
એક સામાન્ય કાર્યકરમાંથી જીલ્લા ભાજપના મહામંત્રીની સફળ ગાથાઃ ચેતન શિયાળને અમરેલી જીલ્લા ભાજપના મહામંત્રીની જવાબદારી

(ઇકબાલ ગોરી દ્વારા) સાવરકુંડલા, તા.૧૪: શિસ્તબધ્ધ ગણાતી ભારતીય જનતા પાર્ટીમાં કામ કરતા કાર્યકરોના પુરુષાર્થ કયારેય એળે નથી જતા ને પક્ષ સાથે વિશ્વાસ અને પરિશ્રમ સાથેના કાર્યોની હંમેશા નોંધ લેવાતી હોય છે ત્યારે જાફરાબાદના યુવા ભાજપના કાર્યકર તરીકે ભાજપમાં જોડાયા બાદ નાની મોટી જવાબદારીઓ સુપેરે નિભાવ્યા બાદ આજે પ્રદેશ ભાજપની સૂચના અને માર્ગદર્શન તળે અમરેલી જીલ્લા ભાજપ પમુખ અતુલ કાનાણીએ અમરેલી જીલ્લા ભાજપના મહામંત્રી તરીકે જાફરાબાદનું ઘરેણું ગણાતા ચેતન શિયાળને જવાબદારી સોંપવામાં આવતા જાફરાબાદ-રાજુલા સહિતના ભાજપાના કાર્યકર્તાઓમાં ખુશહાલી વ્યાપી છે ચેતન શિયાળ રાજુલા જાફરાબાદ વિધાનસભાના ધારાસભ્ય હિરાભાઈ સોલંકીના જમાઈ છે ને ૨૦૦૯ થી ૨૦૧૨ સુધી જાફરાબાદ શહેર ભાજપના પમુખ પદે, ૨૦૧૨ થી ૨૦૧૫ સુધી અમરેલી જીલ્લા યુવા મોરચાના મહામંત્રી પદે, ૨૦૧૬ થી ૨૦૨૧ સુધી જીલ્લા ભાજપના મંત્રી પદે અને ૨૦૨૧ થી ૨૦૨૫ સુધી અમરેલી જીલ્લા યુવા ભાજપના પમુખ પદે સુંદર કામગીરીની નોંધ પક્ષે લઈને ૨૦૨૬ થી અમરેલી જીલ્લા ભાજપના મહામંત્રી પદે નિયુક્ત થયેલા ચેતન શિયાળ પર રાજકીય નેતાઓ, સામાજિક અગ્રણીઓ સાથે શુભેચ્છકો, કાર્યકરો દ્વારા અભિનંદનની વર્ષા થઈ રહી છે.(
(1:43 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
