News of Saturday, 14th February 2026
ગોંડલના કંટોલીયામાં દિલીપ મકવાણાએ આર્થિક ભીંસને કારણે ગળાફાંસો ખાધો
દોરી બાંધી લટકી ગયોઃ માતા જોઇ જતાં જીવ બચ્યોઃ રાજકોટ સારવારમાં

રાજકોટ તા. ૧૪: ગોંડલના કંટોલીયા ગામે રહેતાં યુવાને ગળાફાંસો ખાઇ આપઘાતનો પ્રયાસ કરતાં સારવાર માટે રાજકોટ ખસેડાયો છે. યુવાન છતના હુકમાં દોરી બાંધીને લટકી ગયો હતો. આ વખતે જ તેના માતા આવી જતાં દેકારો મચાવતાં પરિવારના લોકો ભેગા થઇ ગયા હતાં અને યુવાનને નીચે ઉતારી લેતાં જીવ બચી ગયો હતો.
જાણવા મળ્યા મુજબ કંટોલીયા ગામે રહેતો દિલીપ નારણભાઇ મકવાણા (ઉ.વ.૩૦) રાતે નવેક વાગ્યે છતના હુકમાં દોરી બાંધી લટકી ગયો હતો. આ દરમિયાન તેના માતા આવી જતાં તેનો જીવ બચી ગયો હતો. તેને ગોંડલ સારવાર અપાવી વધુ સારવાર માટે રાજકોટ સિવિલ હોસ્પિટલમાં ખસેડાતાં હોસ્પિટલ ચોકીના સ્ટાફે ગોંડલ તાલુકા પોલીસને જાણ કરી હતી.
દિલીપ બે બહેનનો એકનો એક નાનો ભાઇ અને પરિવારનો આધારસ્તંભ છે. તે કડીયા કામની મજુરી કરે છે. આર્થિક ભીંસને કારણે કંટાળીને પગલુ ભર્યાનું સગાએ જણાવ્યું હતું.
(11:08 AM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
