તા. ૧૨ નવેમ્બર ર૦ર૬ વિક્રમ સંવત ર૦૮૩ કારતક સુદ – ૩ ગુરૂવાર
News of Saturday, 14th February 2026
જુનાગઢ શ્રી સ્વામિનારાયણ મુખ્ય મંદિરે દર્શન કરી ધન્યતા અનુભવતા ગુજરાત પ્રદેશ ભાજપના પ્રમુખ જગદિશ વિશ્વકર્માઃ

જુનાગઢઃ જવાહર રોડ સ્થિત શ્રી સ્વામિનારાયણ મુખ્યમંદિર ખાતે બિરાજતા રાધારમણ દેવ શ્રી રણછોડત્રિકમરાયજી સિધ્ધેશ્વર મહાદેવના દર્શનાર્થે ગુજરાત પ્રદેશ ભાજપના અધ્યક્ષ શ્રી જગદીશ વિશ્વકર્મા આવેલ અને તેઓએ દેવોનું પુજન કરી કો સ્વામી દેવનંદદાસજી ચેરમેન કો સ્વા. પુરૂષોતમ પ્રકાશદાસજી (પીપી સ્વામી) તથા મુખ્ય કોઠારી શા સ્વા ધર્મકિશોરદાસજી સહિતના સંતોના આશિવાર્દ પ્રાપ્ત કરી ધન્યતા અનુભવી હતી આ તકે સંતો અને ટ્રસ્ટીશ્રીઓ વિવેક ગોહેલએ સિધ્ધેશ્વર મહાદેવની મોમેન્ટો શ્રી વિશ્વકર્માને અર્પણ કરી હતી અને તેમની સાથે ધારાસભ્ય સંજયભાઇ કોરડીયા શહેર ભાજપના પ્રમુખ ગૌરવ રૂપારેલીયા, જીલ્લા ભાજપના પ્રમુખ ચંદુભાઇ મકવાણા ડે.મેયર આકાશ કટારા સહિતના ઉપસ્થિત રહયા હતા (અહેવાલ વિનુ જોષી-તસ્વીરઃ મુકેશ વાઘેલા-જુનાગઢ)
(10:48 AM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
