<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Saturday, 14th February 2026

ગીર મધ્‍યે કનકેશ્વરી માતાજી મંદિરના સાનિધ્‍યમાં ભાજપના પ્રદેશ મહામંત્રી પ્રશાંત કોરાટની સાકરતુલાઃ શાહી સન્‍માન

પ્રશાંત કોરાટના સ્‍વર્ગસ્‍થ પિતા સવજીભાઈ કોરાટ કેશુભાઈ પટેલનાં મુખ્‍યમંત્રી કાળમાં વિસાવદરના પ્રભારી હતાઃ પૂર્વ મંત્રી-માતા જસુમતિબેન કોરાટ વિસાવદર વિધાનસભા મતક્ષેત્રના દિકરી છેઃ જેથી પ્રશાંત કોરાટ લાડકવાયા ભાણેજઃ વિસાવદર સાથે આત્‍મીયતાનો નાતો

 

(યાસીન બ્‍લોચ દ્વારા) વિસાવદર ૧૪:  વિસાવદરના ગીર મધ્‍યે આવેલ કનકેશ્વરી માતાજી મંદિરના સાનિધ્‍યમાં ભાજપના  પ્રદેશ મહામંત્રી પ્રશાંત કોરાટની સાકારતુલા સાથે શાહી સન્‍માન કરવામાં આવ્‍યું હતું.

ભાજપના પ્રદેશ મહામંત્રી પ્રશાંત કોરાટના સ્‍વર્ગસ્‍થ પિતા સવજીભાઈ કોરાટ કેશુભાઈ પટેલનાં મુખ્‍યમંત્રી કાળમાં વિસાવદરના પ્રભારી હતા. પૂર્વ મંત્રી-માતા જસુમતિબેન કોરાટ વિસાવદર વિધાનસભા મતક્ષેત્રના દિકરી છે. જેથી પ્રશાંત કોરાટ આ મતક્ષેત્રનાં લાડકવાયા ભાણેજ ગણાય આમ વિસાવદર સાથે કોરાટ પરિવારનો  આત્‍મીયતાનો નાતો છે.

વિસાવદર તાલુકાના ગીરમધ્‍યે આવેલ કનકાઈ માતાજીના મંદિરે પ્રદેશ ભાજપના મહામંત્રી પ્રશાંતભાઈ કોરાટની સાકરતુલા કરાઈ હતી. આ પ્રસંગે ભારતીય જનતા પાર્ટીના પીઢ અગ્રણી, પૂર્વ ધારાસભ્‍ય અને માજી કળષિ મંત્રી કનુભાઈ ભાલાળા તથા પૂર્વ ધારાસભ્‍ય, ખેડૂત નેતા હર્ષદભાઈ રીબડીયા અને તાલુકા પંચાયતના સદસ્‍યો તથા નગરપાલિકાના સદસ્‍યો અને ભારતીય જનતા પાર્ટીના વિવિધ પાંખના કાર્યકરો દ્વારા આ કાર્યક્રમ રાખવામાં આવેલ હતો જેમાં પ્રદેશ ભાજપના મહામંત્રી પ્રશાંતભાઈ કોરાટનું બેન્‍ડવાજા સાથે સ્‍વાગત કરવામાં આવેલ હતું અને તેઓને હારતોરા તથા માતાજીની ચુંદડી ઓઢાડી અને સ્‍કૂલના બાળકો દ્વારા પુષ્‍પવર્ષા કરી સ્‍વાગત કરવામાં આવેલ હતું આ પ્રસંગે તેઓએ ક્રકાઈ માતાજીના મંદિરે પૂજા અર્ચના કરેલ હતી અને ત્‍યારબાદ વિવિધ સમાજના આગેવાનો તથા તેમજ વિવિધ જ્ઞાતિઓ દ્વારા તેમનું હારતોરા તથા પુષ્‍પગુચ્‍છથી અને સાલ ઓઢાડીને સન્‍માન કરવામાં આવેલ હતું. આ પ્રસંગે જુદા જુદા સમાજના આગેવાનો ઉપસ્‍થિત રહ્યા હતા અને આ કાર્યક્રમથી પ્રશાંતભાઈ કોરાટે ખુશ થઈ વિસાવદર વિસ્‍તાર તેમના પૂર્વ પિતા સ્‍વર્ગસ્‍થ સવજીભાઈ કોરાટ અહીંના પ્રભારી હતા અને પૂર્વ મુખ્‍યમંત્રી અને વિસાવદરના ધારાસભ્‍ય કેશુભાઈ પટેલના સમયમાં તેઓ વિસાવદરના પ્રભારી હતા અને તેમના માતા પણ વિસાવદર વિધાનસભાની દીકરી હોય વિસાવદર વિધાનસભા સાથે તેમનો આત્‍મીય નાતો રહેલ હોય અને અવારનવાર વિસાવદર વિસ્‍તારના વિવિધ કામો કરેલ હોય તેમ જ વિસાવદર મત વિસ્‍તારના તેઓ ભાણેજ થતા હોય તેવું તેમના વક્‍તવ્‍યમાં જણાવેલ હતું. આ પ્રસંગે કનકાઈ મંદિરના ટ્રસ્‍ટી નરેન્‍દ્રભાઈ જાની, દેવાંગભાઈ ઓઝા, ઉદયભાઈ મહેતા તથા પૂજારી હરીભાઇ જાની તથા જિલ્લા પંચાયતના સદસ્‍ય, તાલુકા પંચાયતના તથા અન્‍ય તાલુકા પંચાયતના તથા નગરપાલિકાના સદસ્‍યો હાજર રહ્યા હતા.(૪૦.૨૩)

(10:27 AM IST)