તા. ૧૨ નવેમ્બર ર૦ર૬ વિક્રમ સંવત ર૦૮૩ કારતક સુદ – ૩ ગુરૂવાર
News of Friday, 13th February 2026
કચ્છમાં રાપરમાં 2.7 ની તીવ્રતાનો ભુકંપનો આંચકો અનુભવાયો: સ્થાનિકોમાં ફફડાટ
ભૂકંપનું કેન્દ્રબિંદુ રાપરથી 9 કિમી દૂર નોંધાયું: રાત્રિના સમયે આંચકો અનુભવાતા લોકોમાં કુતૂહલ

કચ્છના વાગડ વિસ્તારમાં આવેલા રાપરમાં આજે ભૂકંપનો હળવો આંચકો અનુભવાયો હતો. રિક્ટર સ્કેલ પર આ ભૂકંપની તીવ્રતા 2.7 નોંધવામાં આવી છે, જેનાથી સ્થાનિકોમાં ફફડાટ ફેલાયો હતો.
ગાંધીનગર સ્થિત ઇન્સ્ટિટ્યૂટ ઓફ સિસ્મોલોજીકલ રિસર્ચ અનુસાર, આ ભૂકંપનું કેન્દ્રબિંદુ રાપરથી 9 કિમી દૂર નોંધાયું હતું. આ આંચકો રાત્રિના સમયે અનુભવાતા લોકોમાં કુતૂહલ જોવા મળ્યું હતું.
નોંધનીય છે કે કચ્છનો રાપર વિસ્તાર સિસ્મિક ઝોન 5માં આવે છે, જે અત્યંત સંવેદનશીલ ગણાય છે. જોકે, આંચકો ઓછી તીવ્રતાનો હોવાથી જાન-માલના નુકસાનના કોઈ અહેવાલ નથી.
(9:41 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
