તા. ૧૨ નવેમ્બર ર૦ર૬ વિક્રમ સંવત ર૦૮૩ કારતક સુદ – ૩ ગુરૂવાર
News of Friday, 13th February 2026
મહાશિવરાત્રી મેળામાં ભવનાથમાં ભાવિકોની ભારે ભીડ
સાધુઓના દર્શન કરીને ધન્યતા અનુભવતા ભાવિકોઃ ભજન, ભોજન અને ભકિતનો સંગમ

(વિનુ જોશી દ્વારા) જુનાગઢ, તા.૧૩: ભવનાથમાં ગિરનારની ગોદમાં બુધવારથી શરૂ થયેલા મહાશિવરાત્રી મીની કુંભ મેળાનો આજે ત્રીજો દિવસ છે. મેળો સુખરૂપ અને સફળતાપૂર્વક આગળ ઘટી રહ્યો છે. મેળાના આજે ત્રીજા દિવસની સવારથી જ ભાવિકો પગપાળા ભવનાથ ખાતે ઉમટી પડતા ભારે ભીડ જોવા મળી રહી છે.
દરમ્યાન ભવનાથના મેળામાં સૌથી આકર્ષણનું કેન્દ્ર નાગા સાધુઓ હોય છે. નાગા સાધુઓ શિવ સ્વરૂપે આવતા હોવાથી તેના દર્શન માટે લાખોની સંખ્યામાં યાત્રિકો ભવનાથના મેળામાં ઉમટી પડ્યાં છે. આ સાધુઓ જટા અને દાઢી રાખે છે તેનું પણ વિશેષ મહત્વ છે.
ગિરનારની તળેટીમાં ભવનાથના મેળામાં આવતા સાધુઓ, ખાસ કરીને નાગા સાધુઓ માટ‘જટા' એ માત્ર લાંબા વાળ નથી, પણ તેમના આધ્યાત્મિક જીવનનું એક અત્યંત મહત્વનું પ્રતીક છે. ભગવાન શિવનું સ્વરૂપ સાધુઓ ભગવાન શિવને પોતાના આરાધ્ય દેવ માને છે. શિવજી ‘વ્યોમકેશ' કહેવાય છે, તેમની જટામાં ગંગાજીનો વાસ છે.
સાધુઓ જટા રાખીને શિવજીના તે વૈરાર્ગી સ્વરૂપનું અનુકરણ કરે છે. તે દર્શાવે છે કે તેઓ સંસાર છોડીને શિવમય બની ગયા છે. સામાન્ય રીતે માણસ પોતાના દેખાવને સુંદર બનાવવા માટે વાળ કપાવે છે. અથવા તેલ-કાંસકાનો ઉપયોગ કરે છે. સાધુઓ જટા વધારીને એ સાબિત કરે છે કે તેમને હવે શારીરિક સુંદરતા નથી તે તેમના પૂર્ણ વૈરાગ્યની નિશાની કે સાંસારિક મોહ-માયામાં કોઈ રસ છે. યોગ અને તંત્ર શાષા મુજબ, માથું એ શરીરનું સૌથી મહત્વનું કેન્દ્ર સહષાાર ચક્ર છે.
એવું માનવામાં આવે છે કે લાંબી જટા રાખવાથી અને તેને બાંધી રાખવાથી સાધકની બ્રહ્મચર્ય શક્તિ અને આધ્યાત્મિક ઊર્જા બહાર વેડફાતી નથી, પણ અંદર જ સચવાયેલી રહે છે.
જટા એ સાધુની વર્ષોની કઠિન સાધના પ્રમાણ છે. જટાની માવજત કરવી એ પણ એક તપસ્યા સમાન છે. ભવનાથના મેળામાં જ્યારે સાધુઓ મળગી કુંડમાં સ્નાન કરે છે, ત્યારે આ જટાઓ જ તેઓ પોતાની વિશિષ્ટ પરંપરાના દ્વારા દર્શન કરાવે છે.
(2:24 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
