તા. ૧૨ નવેમ્બર ર૦ર૬ વિક્રમ સંવત ર૦૮૩ કારતક સુદ – ૩ ગુરૂવાર
News of Friday, 13th February 2026
પોરબંદર જિલ્લાની પક્ષી ગણતરીમાં ગત વર્ષ કરતા ૩૦ હજાર પક્ષીઓ વધુઃ કુલ ૪.પ લાખ પક્ષીઓ નોંધાયા
સૌથી વધારે પક્ષીઓ મોકર સાગર વેટલેન્ડમાં નોંધાયાઃ બતક અને હંસની મોટી સંખ્યા

(પરેશ પારેખ દ્વારા) પોરબંદર, તા., ૧૩: જિલ્લામાં ર દિવસીય પક્ષી ગણતરી પુર્ણ થયા બાદ જિલ્લામાં ૪,૦પ,૭૦ર પક્ષીઓ નોંધાયાનું જાહેર કરવામાં આવ્યું હતું. જિલ્લામાં સૌથી વધારે પક્ષીઓ મોકર સાગર વેટલેન્ડમાં નોંધાયા હતા. પક્ષી ગણતરીમાં ગત વર્ષની સંરખામણીમાં ૩૦ હજાર પક્ષીઓ વધુ નો઼ધાયા હતા.
પોરબંદર જીલ્લામા શિયાળાના સમયમા વિદેશી પક્ષીઓ મોટી સંખ્યામા મહેમાન બને છે.પોરબંદર જીલ્લાના વિવિધ જળપ્લાવિત વિસ્તારોમા પક્ષઓ વિહરતા નજરે પડે છે. જેને પગલે છેલ્લા પાંચ વર્ષથી પક્ષી ગણતરી કરવામા આવે છે આ વર્ષે કરવામા આવેલી પક્ષી ગણતરીના આંકડા જાહેર કરવામા આવ્યા છે. આ વર્ષ કુલ ૨૪૯ પ્રજાતિના કુલ ૪,૦૫,૭૦૨ પક્ષીઓ નોંધાયા છે. ગત વષે ૩,૭૬,૯૩૭ પક્ષીઓ નોંધાયા હતા જેની સરખામણીમા આ વખતે અંદાજે ૩૦,૦૦૦ પક્ષીઓ વધારે નોંધાયા છે.
બર્ડ કંઝરવેશન સોસાયટી ગુજરાત દ્વારા નિરમા લિમિટેડ યુનિટ સૌરાષ્ટ્ર કેમિકલ્સના આર્થિક સહયોગથી તથા પોરબંદર વન વિભાગ સાથે મળીને સતત પાંચમાં વર્ષે પોરબંદર પક્ષી ગણતરી ૨૦૨૬ નું આયોજન તા ૩૧ જાન્યુઆરી અને ૧લી ફેબ્રુઆરી ના રોજ કરવામા આવ્યુ હતુ જેમા મહારાષ્ટ્ર, આંધ્ર પ્રદેશ, કર્ણાટક, ઉત્તર પ્રદેશના અંદાજિત ૧૦૦ જેટલા પક્ષી પ્રેમીઓ જોડાયા હતા જેમને ૨૬ ટીમ માં વિવિધ જલ પ્લાવિત વિસ્તારની પક્ષી ગણતરી કરવામા આવી હતી જેમના આંડકા આજે બર્ડ કંઝરવેશન સોસાયટીના ડો.ધવલભાઇ વરંગીયાએ આંકડા જાહેર કર્યા હતા જેમા ૪,૦૫,૭૦૨ પક્ષીઓ નોંધાયા હોવાનુ જાહેર કરવામા આવ્યુ છે. આ પક્ષી ગણતરી દરમ્યાન વન અને પર્યાવરણ વિભાગના કેબિનેટ મંત્રી અર્જુન મોઢવાડિયાએ પક્ષીવિદોને પ્રોત્સહિત કર્યા હતા.
(12:01 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
