તા. ૧૨ નવેમ્બર ર૦ર૬ વિક્રમ સંવત ર૦૮૩ કારતક સુદ – ૩ ગુરૂવાર
News of Friday, 13th February 2026
ધોરાજીના મજેવડી દેવતણખીધામમાં સાંજે જગદિશ વિશ્વકર્મા દર્શને આવશે

(કિશોર રાઠોડ દ્વારા) ધોરાજી તા.૧૩: દેવતણખી ધામ મજેવડી ખાતે પ્રદેશ ભાજપ પ્રમુખ જગદીશ વિશ્વકર્મા મુલાકાતે આવતા દેવતણખી ધામ મજેવડી દ્વારા ભવ્ય સ્વાગત કરાશે લુહાર પંચાલ વિશ્વકર્મા સમાજના કુલભૂષણ સંત શ્રી દેવતણખી દાદા અને લીરલબાઈને ચેતન સમાધિ સ્થાન સૌરાષ્ટ્રની દેહણ જગ્યા અને પવિત્ર યાત્રાધામ ગણાતા મજેવડી દેવતણખી ધામ ખાતે ગુજરાત ભારતીય જનતા પાર્ટીના નવ નિયુક્ત પ્રદેશ પ્રમુખ જગદીશભાઈ વિશ્વકર્મા આજે શુક્રવારના રોજ સાંજે ૪:૩૦ કલાકે દેવતણખી દાદા અને લીરલબાઈની ચેતન સમાધિ ના દર્શન માટે પધારી રહેલ છે ત્યારે દેવતણખી ધામ મજેવડીના ટ્રસ્ટી શ્રી ઓ તેમજ ધોરાજી જુનાગઢ જેતપુર ગોંડલ અને સૌરાષ્ટ્ર ભરમાંથી લુહાર સમાજના આગેવાનો ઉપસ્થિત રહેવાના છે
આ સાથે જુનાગઢ શહેર ભાજપના પ્રમુખ ગૌરવભાઈ રૂપારેલ તેમજ જિલ્લા ભાજપના પ્રમુખ ચંદુભાઈ મકવાણા તેમજ જૂનાગઢના ધારાસભ્ય સંજયભાઈ કોટડીયા બક્ષીપંચ મોરચો ગુજરાત પ્રદેશના ઉપપ્રમુખ જે કે ચાવડા વિગેરે હોદ્દેદારશ્રીઓ સાથે ઉપસ્થિત રહેવાના છે
દેવતણખી ધામ મજેવડી ખાતે ભારતીય જનતા પાર્ટી ગુજરાત પ્રદેશના પ્રમુખ થયા બાદ પ્રથમ વખત જગદીશભાઈ વિશ્વકર્મા પધારી રહેલ છે ત્યારે દેવતણખી ધામ મજેવડી દ્વારા ભવ્ય સન્માન કરવામાં આવશે આ સમયે મોટી સંખ્યામાં લોકોએ ઉપસ્થિત રહેવા દેવતણખી ધામ મજેવડી દ્વારા યાદીમાં જણાવેલું છે.(
(11:57 AM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
