તા. ૧૨ નવેમ્બર ર૦ર૬ વિક્રમ સંવત ર૦૮૩ કારતક સુદ – ૩ ગુરૂવાર
News of Thursday, 12th February 2026
કલ્યાણપુર નજીક ટ્રેક્ટર-રીક્ષા વચ્ચે અકસ્માતઃ મુંબઇથી દ્વારકા આવેલ પ્રૌઢનું અપમૃત્યુ

જામ ખંભાળિયા, તા. ૧૨: મુંબઈમાં કોઠારી સ્ટેટ ખાતે રહેતા નિલેશભાઈ ટીટા નામના ૫૪ વર્ષના દરજી પ્રૌઢ તેમના ધર્મપત્ની અસ્મિતાબેન (ઉ.વ. ૪૮), તેમની પુત્રી નેહલબેન (ઉ.વ. ૨૫) અને ભૂમિબેન (ઉ.વ. ૨૩) તથા તન્વીબેન (ઉ.વ. ૨૧) ઉપરાંત તેમના સાસુ કમળાબેન (ઉ.વ. ૬૮) સાથે થોડા દિવસો પૂર્વે દ્વારકા વિસ્તારમાં ફરવા આવ્યા હતા.
આ વચ્ચે મંગળવાર તા. ૧૦ ના રોજ આ તમામ પરિવારજનો એક ઓટો રિક્ષા ભાડે કરીને યાત્રાધામ હર્ષદ ખાતે જવા માટે નીકળ્યા હતા. આ રીક્ષા કલ્યાણપુરથી પોરબંદર હાઈવે પર ભોગાત અને લાંબા ગામ નજીક પહોંચતા જઈ રહેલા એક અજાણ્યા ટ્રેક્ટર ચાલકે પોતાનું ટ્રેક્ટર ટ્રોલી સાથે ગફલતભરી રીતે ચલાવી, ઉપરોક્ત રીક્ષાને ઓવરટેક કરી હતી. આ પછી ટ્રેક્ટરના ચાલકે એકાએક આગળથી બ્રેક મારતા આ રીક્ષા ટ્રેક્ટરની ટ્રોલીના પાછળના ભાગે અથડાઈ પડી હતી.
આ ગંભીર અકસ્માતમાં રિક્ષામાં જઈ રહેલા નિલેશભાઈ (ઉ.વ. ૫૪) ને શરીરના જુદા જુદા ભાગોમાં જીવલેણ ઈજાઓ થતા તેમનું મળત્યુ નિપજ્યું હતું. જ્યારે મળતકના સાસુ કમરાબેનને ફ્રેકચર તથા મળતકના પત્ની અસ્મિતાબેનને પણ ગંભીર ઈજાઓ સાથે હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા હતા. આ ઉપરાંત મળતકના પુત્રીઓ તથા રિક્ષા ચાલક પણ ઈજાગ્રસ્ત બન્યા હતા.
આ સમગ્ર પ્રકરણ સંદર્ભે કલ્યાણપુર પોલીસે મળતકના પુત્રી તન્વીબેન નિલેશભાઈ ટીટાની ફરિયાદ પરથી અજાણ્યા ટ્રેક્ટરના ચાલક સામે ગુનો નોંધી, તપાસ કલ્યાણપુરના પી.એસ.આઈ. એન.એન. વાળા દ્વારા હાથ ધરવામાં આવી છે.
(1:45 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
