તા. ૧૨ નવેમ્બર ર૦ર૬ વિક્રમ સંવત ર૦૮૩ કારતક સુદ – ૩ ગુરૂવાર
News of Thursday, 12th February 2026
પૂ.જલારામબાપાની ૧૪૫મી પુણ્યતિથીએ વિરપુરમાં ભાવિકો દર્શનાર્થે ઉમટયા

(કિશન મોરબીયા દ્વારા) વિરપુર જલારામ, તા.૧૨: જગવિખ્યાત યાત્રાધામ વીરપુરમાં આજે સંત શિરોમણી પૂજ્ય જલારામ બાપાની ૧૪૫ની પુણ્યતિથી નિમિતે બાપાના પરીવારજનો દ્વારા બાપાના સમાધિ સ્થળે વહેલી સવારે પૂજા અર્ચના કરી તેમજ વેપારીઓએ ધંધા રોજગાર બંધ રાખીને બાપાને શ્રદ્ધાંજલી પાઠવી હતી.
સુપ્રસિદ્ધ યાત્રાધામ વીરપુર કે જે બાપાની જન્મભૂમી અને કર્મભૂમી છે ત્યાં દરરોજ દેશ વિદેશથી જલારામ બાપાના દર્શને લાખો દર્શનાર્થીઓ આવે છે. અહીં જલારામ બાપાએ શરૂ કરેલા સદાવ્રત અન્નક્ષેત્ર ૨૦૫ વર્ષથી આજે પણ અવિરત પણે ચાલુ છે, પૂજ્ય જલારામ બાપા સેવકો સાથે ભજન કરતા કરતા વિક્રમ સવંત ૧૯૩૭ મહા વદ દશમીને બુધવારના દિવસે વૈકુંઠવાસ થયા હતા ત્યારથી ગુજરાતી માસ મુજબ મહા વદને દશમીના દિવસે જલારામ બાપાનો નિર્વાણ દિન ઉજવવામાં આવે છે. આજે બાપાની ૧૪૫મી પુણ્યતિથિએ પરીવારજનોએ વહેલી સવારે બાપાની સમાધિ સ્થળે પૂજા અર્ચના કરીને તેમજ ગામના નાના મોટા વેપારીઓએ પોતાના ધંધા રોજગાર બંધ પાળીને પૂજ્ય જલારામ બાપાને શ્રદ્ધાંજલી અર્પણ કરી હતી, જ્યારે ભાવિકો, યાત્રાળુઓ માટે જલારામ બાપાની જગ્યામાં અન્નક્ષેત્ર તેમજ દર્શન રાબેતા સમય મુજબ ચાલુ રહ્યા હતા,
આજે જલારામબાપાની ૧૪૫મી પુણ્યતિથિ હોવાથી વહેલી સવારથી જલારામબાપાના દર્શને ભાવિક ભક્તોનો ઘસારો જોવા મળી રહ્યો છે
(1:11 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
