તા. ૧૨ નવેમ્બર ર૦ર૬ વિક્રમ સંવત ર૦૮૩ કારતક સુદ – ૩ ગુરૂવાર
News of Thursday, 12th February 2026
અનિલકુમાર રાણાવસિયાએ પગપાળા ભવનાથમાં સાધુ સંતોના આશ્રમો-અખાડાઓની મુલાકાત કરીને સંતોના આશીર્વાદ મેળવ્યા
મેયર ધર્મેશભાઈ પોશિયા, ગુજરાત પવિત્ર યાત્રાધામ વિકાસ બોર્ડના સભ્ય સચિવ રમેશ મેરજા સહિતના પદાધિકારી અધિકારીઓએ ચાલીને આશ્રમોની મુલાકાત કરીઃ મુક્તાનંદ બાપુ, ઇન્દ્રભારતી બાપુ, હરીહરાનંદ બાપુ સહિતના સંતોએ પદાધિકારી અધિકારીઓને આવકારવાની સાથે આશીર્વાદ પાઠવ્યા

(વિનુ જોશી દ્વારા) જૂનાગઢ, તા.૧રઃ જિલ્લા કલેકટર અનિલકુમાર રાણાવસિયાએ ભવનાથ મંદિર ખાતે ધ્વજારોહણ બાદ પગપાળા ચાલીને ગીરનાર તળેટી સ્થિત જુદા જુદા આશ્રમોની પગપાળા ચાલીને દર્શનાર્થે પહોંચ્યા હતા અને સાધુ સંતોના આશીર્વાદ મેળવ્યા હતા.
જિલ્લા કલેકટરશ્રીએ ભવનાથ વિસ્તારમાં સાધુ સંતોના આશ્રમો- અખાડાઓની મુલાકાત કરી હતી, આ આશ્રમો ખાતે ભાવપૂર્વક દર્શન કરવાની સાથે સાધુ સંતોના આશીર્વાદ મેળવ્યા હતા, જિલ્લા કલેકટરશ્રીએ ભારતી આશ્રમ, ઇન્દ્રભારતી બાપુના આશ્રમ સહિત જુદા જુદા અખાડાઓની મુલાકાત કરી હતી અને સાધુ સંતો સાથે જોડાઈને ધ્વજારોહણકર્યું હતું. શ્રી મુક્તાનંદ બાપુ, શ્રી ઇન્દ્રભારતી બાપુ, શ્રી હરીહરાનંદ બાપુ સહિતના સંતોએ પદાધિકારી અધિકારીઓને આવકારવાની સાથે આશીર્વાદ પાઠવ્યા હતા.
મેયર શ્રી ધર્મેશ પોશિયા ધારાસભ્ય સંજયભાઈ કોરડીયા, ડેપ્યુટી મેયર આકાશભાઈ કટારા, ગુજરાત પવિત્ર યાત્રાધામ વિકાસ બોર્ડના સભ્ય સચિવ રમેશ મેરજા, મ્યુનિસિપલ કમિશનર તેજસ પરમાર, જિલ્લા વિકાસ અધિકારી એચ. પી. પટેલ, જિલ્લા પોલીસ વડા સુબોધ ઓડેદરા, અગ્રણી યોગી પઢિયાર, સહિતના પદાધિકારી અધિકારી આ મુલાકાતોમાં જોડાયા હતા.
જિલ્લા કલેકટરશ્રીએ આશ્રમો અખાડાના મુલાકાત બાદ જણાવ્યું કે, ભક્તિમય માહોલમાં શિવરાત્રીના મેળાનો વિધિવત પ્રારંભ થયો છે, આ વર્ષે રાજ્ય સરકારના પ્રયાસો અને અન્ય મુખ્યમંત્રીશ્રી તથા નાયબ મુખ્યમંત્રીશ્રીના સીધા માર્ગદર્શનમાં મહાશિવરાત્રીનો મેળો વધુ ભવ્યતા પામવા જઈ રહ્યો છે, વહીવટી તંત્ર અને ગુજરાત પવિત્ર યાત્રાધામ વિકાસ બોર્ડ દ્વારા સમગ્ર વિસ્તારમાં વિશેષ સુશોભનો કરવામાં આવ્યા છે.
તેમણે અંતમાં ઉમેર્યું કે, આ વર્ષે મહાશિવરાત્રીના મેળાના મુખ્ય આકર્ષણરૂપ સાધુ સંતોની રવેડીના રૂટ પણ વધારીને ૨ કિલોમીટર જેટલો કરવામાં આવ્યો છે, જેથી ભાવિકોને સાધુ સંતોના દર્શનનો લ્હાવો મળી રહે.(તસ્વીરઃ મુકેશ વાધેલા-જુનાગઢ)(૬.૯)
(12:20 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
