તા. ૧૨ નવેમ્બર ર૦ર૬ વિક્રમ સંવત ર૦૮૩ કારતક સુદ – ૩ ગુરૂવાર
News of Thursday, 12th February 2026
ભાવનગરની સસ્પેન્ડેડ કોન્સ્ટેબલ નયના બારૈયાએ વીડિયો બનાવી આપઘાતનો પ્રયાસ કર્યો

(મેઘના વિપુલ હિરાણી દ્વારા) ભાવનગર તા.૧૨: ભાવનગરની ચર્ચાસ્પદ અને સસ્પેન્ડેડ મહિલા કોન્સ્ટેબલ નયના બારૈયાએ DYSP રીમા ઝાલા પર ગંભીર આક્ષેપ કરતો વીડિયો બનાવી આપઘાતનો પ્રયાસ કરતા ખળભળાટ મચ્યો છે. નયનાએ આક્ષેપ કર્યો છે કે DYSP રીમા ઝાલાએ મારૂ ઘર વેરવિખેર કરી નાખ્યું છે.
માહિતી મુજબ ભાવનગરની સસ્પેન્ડ મહિલા કોન્સ્ટેબલ નયના બારૈયાએ બોટાદમાં દવા પીને આપઘાતનો પ્રયાસ કર્યો હતો. આ ઘટના બોટાદના સાળંગપુર રોડ પર આવેલા એક ગેસ્ટહાઉસમાં બની હતી. દવા પીધા બાદ તેમની તબિયત લથડતા તેમને તાત્કાલિક બોટાદની હરિઓમ હોસ્પિટલ ખાતે સારવાર માટે ખસેડવામાં આવ્યા હતા, જ્યાં તેમની હાલત ગંભીર હોવાનું જણાવાયું છે.
ગઇકાલે જામીન પર બહાર આવેલી નયના બારૈયા સામે વધુ એક ફરિયાદ નોંધાઈ હતી. દોઢેક વર્ષ જૂના પ્રેમ પ્રકરણ સંબંધિત વિવાદમાં ગાળો આપવી, જાતિ અંગે અપમાનજનક શબ્દો અને જાનથી મારી નાખવાની ધમકીઓ આપ્યાના આરોપ સાથેની ફરિયાદ નયના બારૈયાના પ્રેમીની પત્નીએ નોંધાવી હતી. પોલીસે આ મામલે પણ નયના સામે ગુનો નોંધી તપાસ શરૂ કરી છે. આત્મહત્યાનો પ્રયાસ કરતા પહેલા નયના બારૈયાએ એક વીડિયો બનાવીને વાઇરલ કર્યો હતો. આ વીડિયોમાં તેમણે ભાવનગરના DYSP રીમા ઝાલા પર ગંભીર આક્ષેપો કર્યા હતા. નયના બારૈયાએ વીડિયોમાં જણાવ્યું હતું કે DYSP રીમા ઝાલા તેમને સતત માનસિક ત્રાસ આપતા હતા અને ખોટા કેસમાં ફસાવવાનો પ્રયાસ કરતા હતા. આ ઘટના બાદ નયના બારૈયાના ભાઈએ પણ નિવેદન આપ્યું છે. તેમણે જણાવ્યું કે DYSP રીમા ઝાલા તેમની બહેનને હેરાન પરેશાન કરતા હતા, જેના કારણે તેમની બહેને દવા પી લીધી. તેમણે DYSP રીમા ઝાલા વિરુદ્ધ ગુનો દાખલ કરવાની માંગ કરી છે.
(11:46 AM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
