તા. ૧૨ નવેમ્બર ર૦ર૬ વિક્રમ સંવત ર૦૮૩ કારતક સુદ – ૩ ગુરૂવાર
News of Thursday, 12th February 2026
પંડિત દિન દયાળજીના અંત્યોદયની સેવાના વિચારનું અમલીકરણ ભાજપની લોકપ્રિયતાનું કારણ
કચ્છ ભાજપ દ્વારા પંડિત દિન દયાળજીની પુણ્યતિથિએ અંજલિ અર્પણ કરાઈ, સમર્પણ દિવસ તરીકે ઉજવણી

(વિનોદ ગાલા દ્વારા) ભુજ, તા.૧૨: અંત્યોદયના પ્રણેતા એવા પંડિત દિન દયાળજી ઉપાધ્યાયની પુણ્યતિથિ નિમિત્તે કચ્છ જિલ્લા ભાજપ દ્વારા જિલ્લા ભાજપ અધ્યક્ષ દેવજીભાઈ વરચંદ સહિતના અગ્રણીઓની ઉપસ્થિતિમાં જૂના ભાજપ કાર્યાલય પાસે આવેલી તેમની પ્રતિમા પર હારારોપણ કરીને પુષ્પાંજલિ અર્પણ કરવામાં આવી હતી.
પંડિતજી ની પુણ્યતિથિના આ દિવસને ભારતીય જનતા પાર્ટી દ્વારા સાર્વત્રિક રીતે જ્યારે સમર્પણ દિવસ તરીકે ઉજવવામાં આવે છે ત્યારે તેમની પ્રતિમા પર પુષ્પાંજલિ અર્પણ કર્યા બાદ જીલ્લા ભાજપ કાર્યાલય મધ્યે પંડિતજીના જીવન કવન અને સમગ્ર ચરિત્ર પર પ્રકાશ પાડવાના હેતુથી વક્તવ્યનું આયોજન કરવામાં આવ્યું હતું. મધ્યસ્થ કાર્યાલય ખાતેના કાર્યક્રમની પ્રારંભે પંડિતજીની છબી પર પુનઃ પુષ્પાંજલિ અર્પણ કરીને ઉદ્વોધન કરતા જીલ્લા ભાજપ અધ્યક્ષ વરચંદે જણાવ્યું હતું કે આજે ભારતીય જનતા પાર્ટીના સમગ્ર સંગઠન, પ્રત્યેક સરકારો અને તમામ કાર્યકર્તાઓના માનસ પટલ પર અખંડપણે જીવંત એવા અંત્યોદયના વિચારબીજનું આરોપણ પંડિતજીએ બખૂબી કર્યું હતું. છેક..
બનાસકાંઠા જિલ્લા ભાજપના પૂર્વ મહામંત્રી અમળતભાઈ દવેએ જણાવ્યું હતું કે પ્રખર રાષ્ટ્રવાદી, શ્રેષ્ઠ સંગઠક, એકાત્મક માનવતાવાદ તથા અંત્યોદયના પ્રણેતા એવા પંડિતજીએ ભારતીય જનતા પાર્ટીના કરોડો કાર્યકર્તાઓમાં મૂલ્ય અને સિદ્ધાંતોનું ઘડતર કર્યું છે તેમજ સમાનતા, સમરસતા અને રાષ્ટ્રવાદની અનેરી જ્યોત પ્રજ્જવલિત કરી છે.
આજના કાર્યક્રમોમાં જીલ્લા ભાજપ મહામંત્રીઓ હિતેશભાઈ ખંડોર, ભીમજીભાઈ જોધાણી, જિલ્લા ભાજપ ઉપાધ્યક્ષો પ્રફુલસિંહ જાડેજા, અશોકભાઈ હાથી, આશિકાબેન ભટ્ટ, કેડીસીસી બેંકના ચેરમેન દેવરાજભાઈ ગઢવી, ભુજ તાલુકા પંચાયત પ્રમુખ વિનોદભાઈ વરસાણી ભુજ નગરપાલિકા પ્રમુખ રશ્મિબેન સોલંકી ભુજ શહેર ભાજપ પ્રમુખ મીતભાઈ ઠક્કર તેમજ જિલ્લા ભાજપના વિવિધ મોરચાના પ્રમુખો પૈકી પારૂલબેન કારા, હિતેશભાઈ ગોસ્વામી, રવિભાઈ ગરવા સહિતના અગ્રણીઓ અને કાર્યકરો ઉપસ્થિત રહ્યા હતા. આભારવિધિ જીલ્લા ભાજપ ઉપાધ્યક્ષ સુરેશભાઈ સંગારે કરી હોવાનું કચ્છ જીલ્લા ભાજપ મીડિયા ઇન્ચાર્જ સાત્વિકદાન ગઢવીની યાદીમાં જણાવાયું હતું. (રર.૮)
(11:33 AM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
