<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Wednesday, 11th February 2026

સુરેન્‍દ્રનગરમાં સ્‍કુલ બસ ઉપર અચાનક ત્રણ વિજ પોલ તૂટી પડયા

 

વઢવાણ, તા. ૧૧ :  વઢવાણના સતવારાપરા વિસ્‍તારમાં ગંભીર દુર્ઘટના સર્જાઈ હતી, જેમાં વિદ્યાર્થીઓ ભરેલી બસ પર હાઈટેન્‍શન વીજ લાઈનનો થાંભલો તૂટી પડ્‍યો હતો. ૨૦ જેટલા વિદ્યાર્થીઓ સવાર હતા ત્‍યારે અચાનક વીજતાર અને થાંભલો બસ પર તૂટી પડ્‍યો.એક સાથે ત્રણ જેટલા વીજપોલ ધરાશાયી થતા સમગ્ર વિસ્‍તારમાં વીજ પુરવઠો ખોરવાઈ ગયો હતો. ઘટના બાદ તાત્‍કાલિક વિદ્યાર્થીઓને સુરક્ષિત રીતે બસમાંથી બહાર કાઢી રેસ્‍કયુ કરવામાં આવ્‍યા હતા અને બાદમાં અન્‍ય વાહનમાં શાળાએ ખસેડવામાં આવ્‍યા હતા. ઘટનાની જાણ થતાં વિદ્યાર્થીઓના વાલીઓ પણ સ્‍થળ પર દોડી આવ્‍યા હતા. રસ્‍તા પર ખુલ્લા વીજ તાર હોવાના કારણે આસપાસના વિસ્‍તારમાં અફરાતફરીનો માહોલ સર્જાયો હતો.

તંત્રની બેદરકારીને કારણે આ દુર્ઘટના સર્જાઈ હોવાનો આરોપ કરવામાં આવી રહ્યો છે. ઘટના બાદ લાંબા સમય સુધી અધિકારીઓ સ્‍થળ પર ન પહોંચ્‍યા હોવાના આક્ષેપો પણ ઉઠ્‍યા છે. હાલ સમગ્ર મામલે વધુ તપાસ હાથ ધરવામાં આવી રહી છે.

(12:06 PM IST)