News of Wednesday, 11th February 2026
આટકોટના જંગવડ પાસે અકસ્માતમાં બાઇકચાલક રાકેશભાઇ મેણીયાનું મોત
અકસ્માતમાં અન્ય બે ને ઇજા : યુવાનના મોતથી ગામમાં અરેરાટી

(કરશન બામટા દ્વારા) આટકોટ, તા. ૧૧ : આટકોટ પોલીસ સ્ટેશનમાંથી મળતી વિગતો અનુસાર જંગવડ ગામના કરશનભાઈ જીવરાજભાઈ નારોલા એ ફરીયાદ નોંધાવી તેમણે જણાવ્યું હતું કે હું રાત્રિના સમયે આટકોટ વાહન ન મળતાં હું ચાલી જંગવડ આવતો હોય ત્યારે શુભમ જીનીગ પાસે પાછળ થી બાઈક ચાલક રાકેશ પ્રવીણભાઈ મેણીયા રહેજંગવડ બાઈક પુર બેફિકરાઈથી માનવ જિંદગી જોખમાય તે રીતે ચલાવી મને હડફેટે લેતા મને ઈજા પહોંચી હતી તાત્કાલિક ધોરણે ૧૦૮ મારફતે તાત્કાલિક ધોરણે તેમને હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા હતા ત્યારે બાઈક ચાલકનુ ઘટના સ્થળે જ મળત્યુ નીપજયુ.
મોટરસાયકલ રોડના સાઈડના ખાડામાં પડી જતા મોટરસાયકલ માં પાછળ બેઠેલ વ્યક્તિ નીતિન સંજય ધોડકીયા શરીરે ગંભીર ઈજા પહોંચતી હતી તેમજ મોટરસાયકલ ચાલક માથે ગંભીર ઈજા થતા મરણ ગયેલ છે. આટકોટ પોલીસે બાઈક ચાલક સામે ગુનો દાખલ કરી ધોરણસરની કાર્યવાહી હાથ ધરી છે
અકસ્માતમાં યુવાના મોતથી નાનાં એવા જંગવડ ગામ માં શોક ની લાગણી ફેલાઇ ગઇ હતી. મૃતક બે ભાઇ અને એક બહેનમાં મોટો પુત્ર છે પરિવારમાં શોકની લાગણી ફેલાઇ ગઇ હતી.
(12:01 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
