News of Wednesday, 11th February 2026
કંટોલિયા ગામમાં માલધારીનાં વાડામાં બાંધેલી વાછરડીનું મારણ
ગોંડલ પંથકમાં ફરી સિંહનાં ધામાઃ ફોરેસ્ટ વિભાગ એક્શન મોડ પર

(જીતેન્દ્ર આચાર્ય દ્વારા) ગોંડલ, તા.૧૧: ગોંડલ પંથક માં સમયાંતરે સિંહ, દિપડા દેખાડો આપી પશુઓનું મારણ કરતા હોય છે. ત્યારે કંટોલીયા ગામે સિંહે માલધારી પરીવારનાં રહેણાંકનાં વાડામાં વાછરડીનું મારણ કર્યુ હતું. ગામની વચ્ચેનાં રહેણાંક સુધી સિંહ પંહોચ્યો હોય લોકો ભયભીત બન્યાં હતું. બનાવનાં પગલે ફોરેસ્ટ ટીમ કંટોલીયા દોડી જઇ સિંહનાં સગડ મેળવવાંની કાર્યવાહી હાથ ધરી હતી. પ્રાપ્ત વિગત મુજબ કંટોલિયા ગામના બસ સ્ટેન્ડ પાસે આવેલ રહેણાંક વિસ્તારમાં વહેલી સવારે સિંહ ત્રાટકયો હતો. ગામના પશુપાલક ભરવાડ હીરાભાઈ બાવાભાઈ ભરવાડના ઠૂંગા વાડામાં સિંહે હુમલો કર્યો હતો. સિંહે વાડામાં બાંધેલી એક વાછરડીનું મારણ કર્યું હતું. ઉપરાંત અન્ય બે પાડીને પીઠના ભાગે ગંભીર ઈજાઓ પહોંચી હતી. ગામની વચ્ચોવચ બસ સ્ટેન્ડ પાસે જ સિંહે શિકાર કરતા ખેડૂતો, માલધારીઓ અને સ્થાનિક રહીશોમાં ફફડાટ ફેલાયો છે. સીમ વિસ્તારમાં જતા ખેડૂતો પણ હવે ખેતરે જતા ડરી રહ્યા છે. ઘટનાની જાણ થતા ફોરેસ્ટર ચુડાસમા સહિત ની ટીમ ઘટના સ્થળે દોડી ગઈ હતી અને સિંહનું પગેરુ શોધવા તજવીજ હાથ ધરી હતી.
(12:00 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
