<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Wednesday, 11th February 2026

ભવનાથ મંદિરે ધ્‍વજારોહણ સાથે મહાશિવરાત્રિ મેળાનો પ્રારંભ

આજથી વાહનોને પ્રવેશ બંધીને લઈ રાત્રે શહેરીજનોએ મેળો માણી લીધોઃ સંતો- મહંતો, અધિકારીઓ જોડાયાઃ ૐ નમઃ શિવાયના નાદ ગુંજયા

જુનાગઢઃ શ્રી ભવનાથ મહાદેવનું પૂજન, અર્ચન અને ધ્‍વજારોહણ સાથે આજથી મહાશિવરાત્રી મેળાનો પ્રારંભ થયો છે. (તસ્‍વીરઃ મુકેશ વાઘેલા- જુનાગઢ)

(વિનુ જોશી દ્વારા) જુનાગઢ તા.૧૧: સવારે ભવનાથ મંદિરે ધ્‍વજારોહણ સાથે મહાશિવરાત્રિ મેળાનો પ્રારંભ થતા ભવનાથ તળેટી વિસ્‍તારમાં ભજન ભોજન અને ભક્‍તિનો સંગમ શરૂ થતા વાતાવરણ ધર્મમય બની ગયું છે.

ધ્‍વજારોહણ પહેલા સવારે મહાનુભાવો અધિકારીઓ પદાધિકારીઓ કર્મચારીઓ ભરડાવાવ ખાતે એકત્ર થઈ અહીંથી વાજતે ગાજતે ધ્‍વજારોહણ પદયાત્રા કરી હતી.

આ પછી સવારે ૯:૦૦ કલાકે વિધિ વિધાન મુજબ ભવનાથ મહાદેવ મંદિર શિખર પર સ્‍થાપિત ધ્‍વજ દંડ પર ધ્‍વજારોહણ કરાયું હતું અને હર હર મહાદેવના નાદ સાથે પાંચ દિવસીય મહાશિવરાત્રી મેળાનો શુભારંભ થયો હતો.

ધ્‍વજારોહણ થતા જ ભવનાથ ખાતે ૨૩૮ જેટલા અન્નક્ષેત્રોમાં હરીહરનો નાદ ગુંજતો શરૂ થયો હતો. સાંજે સાધુ-સંતોના સ્‍વાગત ભવનાથ પ્રવેશ દ્વારથી ભવનાથ મંદિર સુધી ડમરુ યાત્રા યોજાશે

આ વખતે તંત્રએ ગિરનાર દરવાજા અને ભરડાવાવથી તમામ વાહનોને મનાઈ ફરમાવી છે. જેનો અમલ આજે સવારે ૬:૦૦ વાગ્‍યાથી શરૂ થઈ ગયો હતો. વાહનોને પ્રવેશ બંધીને લઈને ગઈકાલે રાત્રે મેળો માણવા માટે મોટી સંખ્‍યામાં શહેરીજનો સહિતના લોકો ઉમટી પડ્‍યા હતા. રાત્રે રોશનીના સુશોભન અને ભાવિકોની કતારોના લીધે ભવનાથ તળેટી વિસ્‍તારમાં માનવ કીડિયારૂ ઉભરાયું હતું.

ઐતિહાસિક બનવા જઈ રહેલા મહાશિવરાત્રીનો મેળોનો સાધુ સંતો, પદાધિકારી અને અધિકારીઓએ ઘ્‍વજાજીના શાષાોત પૂજન સાથે ભવનાથ મંદિર ખાતે ધ્‍વજારોહણ કરીને ભક્‍તિમય માહોલમાં શુભારંભ કરાવ્‍યો હતો. આ પ્રસંગે સમગ્ર ભવનાથ તળેટી ‘‘હર હર મહાદેવ'' અને ‘‘જય ગિરનારી''ના નાદથી ગુંજી ઉઠી હતી.

મહાશિવરાત્રીના મેળામાં આ વર્ષે પ્રથમ વખત અધિકારીઓ પદાધિકારીઓએ -સાધુ સંતોએ ભરડાવાવથી પદયાત્રા કરી હતી.

મહાશિવરાત્રીના મેળાના પ્રારંભ વેળાએ  શ્રી ઇન્‍દ્રભારતી બાપુ, શ્રી મહેન્‍દ્રાનંદ ગીરીબાપુ, શ્રી ભારદ્વાજ ગીરીબાપુ, શ્રી હરિહરાનંદ બાપુ શ્રી રામદાસ બાપુ, શ્રી કિશનદાસ બાપુ, શ્રી હંસ ગીરીબાપુ, શ્રી મહેન્‍દ્રાનંદગીરી,શ્રી રામરૂપદાસ બાપુ તેમજ જુના ,આહવાન અને અગ્નિ અખાડા,જુદા જુદા અખાડાના સાધુઓ ઉપરાંત મેયર શ્રી ધર્મેશભાઈ પોશીયા, જિલ્લા પંચાયતના પ્રમુખ શ્રી હરેશભાઈ, ઠુંમર, ધારાસભ્‍ય શ્રી સંજયભાઈ કોરડીયા, કલેકટર શ્રી અનિલકુમાર રાણાવસિયા, જિલ્લા વિકાસ અધિકારી એચ.પી. પટેલ, ડેપ્‍યુટી મેયર શ્રી આકાશ કટારા, સ્‍ટેન્‍ડિંગ કમિટીના ચેરમેન શ્રીમતી પલ્લવીબેન ઠાકર, પવિત્ર યાત્રાધામ બોર્ડના સભ્‍ય સચિવ શ્રી રમેશ મેરજા, કમિશનર શ્રી તેજસ પરમાર, મેળા અધિકારી શ્રી ચરણસિંહ ગોહિલ, શહેર ભાજપ પ્રમુખ શ્રી ગૌરવભાઈ રૂપારેલીયા,  અગ્રણી શ્રી ધવલભાઈ દવે, યોગીભાઈ પઢીયાર સહિતના પદાધિકારી અધિકારી ઉપસ્‍થિત રહ્યા હતા.  જિલ્લા વહીવટી તંત્રના સંકલનથી સંપન્ન થયેલ ધ્‍વજારોહણ વિધિ સંપન્ન થઈ હતી.

ઉલ્લેખનીય છે કે, ભારતીય સંસ્‍કળતિ અને સનાતન ધર્મનો સંગમરૂપ પાંચ દિવસ સુધી ચાલનારા આ મેળામાં દેશભરમાંથી નાગા સાધુઓ, અને લાખો ભક્‍તો દર્શનાર્થે આવે છે.

 

(11:11 AM IST)