News of Monday, 9th February 2026
જામ ખંભાળીયાના સીદસરા ગામના પાટીયા નજીક ગેસ સિલિન્ડર લીક થતા ઝૂંપડામાં આગ ભભૂકી
રહેણાંક ઝૂંપડામાં અચાનક આગ ફાટી નીકળતા અફરાતફરીનો માહોલ સર્જાયો

જામ ખંભાળીયા તાલુકાના સીદસરા ગામના પાટીયા નજીક એક હૃદયદ્રાવક ઘટના સામે આવી છે. અહીં એક રહેણાંક ઝૂંપડામાં અચાનક આગ ફાટી નીકળતા અફરાતફરીનો માહોલ સર્જાયો હતો. આ દુર્ઘટનામાં ગરીબ પરિવારની આખી જિંદગીની મૂડી સમાન ઘરવખરી બળીને રાખ થઈ ગઈ છે. ઝૂંપડામાં રહેલા રાંધણ ગેસના સિલિન્ડરમાંથી ગેસ લીક થવાને કારણે અચાનક આગ લાગી હતી.
જોતજોતામાં આગે વિકરાળ સ્વરૂપ ધારણ કરી લીધું હતું. આ ભીષણ આગમાં ઝૂંપડામાં રહેલો તમામ માલ-સામાન અને ઘરવખરી બળીને ખાખ થઈ ગઈ છે. એટલું જ નહીં, ઝૂંપડાની સાવ નજીક પાર્ક કરેલી એક છકડો રીક્ષા પણ આગની લપેટમાં આવી ગઈ હતી, જેના કારણે રીક્ષાને પણ ભારે નુકસાન પહોંચ્યું છે.
ઘટનાની જાણ થતા જ ફાયર વિભાગની ટીમ તાત્કાલિક સ્થળ પર દોડી ગઈ હતી. ફાયર ફાઈટરોએ સતત પાણીનો મારો ચલાવીને મહામુસીબતે આગ પર કાબૂ મેળવ્યો હતો. સદનસીબે, આ ઘટનામાં કોઈ જાનહાનિ થઈ નથી, પરંતુ આર્થિક રીતે પરિવાર પાયમાલ થઈ ગયો છે. સમયસરની કામગીરીને કારણે એક મોટી દુર્ઘટના ઘટતા સહેજમાં અટકી હતી.
(11:55 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
