તા. ૧૨ નવેમ્બર ર૦ર૬ વિક્રમ સંવત ર૦૮૩ કારતક સુદ – ૩ ગુરૂવાર
News of Monday, 9th February 2026
મોરબીના જોધપરમાં પગના દુઃખાવાથી કંટાળી સંજયભાઇ દેવમુરારીનો આપઘાત
એસિડ પી લેતાં સારવાર દરમિયાન રાજકોટમાં દમ તોડયોઃ પરિવારમાં શોક

રાજકોટ તા. ૯: મોરબીના જોધપર ગામે આધેડે એસિડ પી આપઘાત કરી લેતા પરિવારમાં અરેરાટી મચી જવા પામી છે, પગના દુઃખાવાથી કંટાળી પગલું ભર્યું હોવાનું સગા સ્વજનોએ જણાવ્યું હતું.
પ્રાપ્ત માહિતી મુજબ મોરબીના જોધપર ગામે રહેતા સંજયભાઈ માધવદાસ દેવમુરારી (ઉ.વ.૫૧)ના આધેડ સાંજે પાંચેક વાગ્યે ઘરે હતા ત્યારે એસિડ પી લેતા -થમ મોરબી અને ત્યાંથી રાજકોટ સિવિલ હોસ્પિટલમાં ખસેડવામાં આવતા ટૂંકી સારવાર દરમિયાન દમ તોડી દીધો હતો. બનાવ અંગે હોસ્પિટલ ચોકીના સ્ટાફે જાણ કરતાં મોરબી તાલુકા પોલીસને જાણ કરતા પોલીસે હોસ્પિટલ પહોંચી જરૂરી કાર્યવાહી કરી .
આપઘાત કરનાર ત્રણ ભાઇમાં મોટા હતા અને સંતાનમાં ત્રણ પુત્ર એક પુત્રી છે, પોતે ડેરી ચલાવી પરિવારજનું ગુજરાન ચલાવતા હતા. તેમને પગનો લાંબા સમયથી દુઃખાવો હોય જેની દવા પણ ચાલુ હતી. એમ છતાં ફરક પડતો ન હોવાથી કંટાળી પગલું ભરી લીધાનું પરિવારે જણાવ્યું હતું. બનાવથી સ્વજનો શોકમાં ગરક થઇ ગયા હતાં.
(12:10 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
