<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Monday, 9th February 2026

પોરબંદર જિલ્લા ભાજપ પ્રમુખ ચેતનાબેનની નિમણુકના આઠ માસ બાદ નવી ટીમના હોદેદારોની વરણી

સૌરાષ્‍ટ્રના તમામ જિલ્લાઓના ભાજપના નવા સુત્રધારોની જાહેરાત સાથે

પોરબંદર જિલ્લાના નવા હોદેદારોની યાદી જાહેર કરવામાં અતિ વિલંબે ભારે ચર્ચા જગાવી હતી : જિલ્લા ભાજપ મહામંત્રીઓના મહત્‍વના હોદા ઉપર ખારવા સમાજના પ્રવિણભાઇ ખોરાવા કોળી સમાજમાંથી રાજેશભાઇ દેવશીભાઇ મેર સમાજમાંથી જિલ્લા ભાજપ રમેશભાઇના નાનાભાઇ પ્રવીણભાઇ ઓડેદરાને સ્‍થાન : જિલ્લા યુવા ભાજપના પ્રમુખપદે નગર પાલીકાના અને ખારવા સમાજના પુર્વ પ્રમુખ સુનીલભાઇ ગોહેલના પુત્ર હર્ષ ગોહેલ તથા મહામંત્રીની જવાબદારી હર્ષ રૂધાણી

અને લખુભાઇ નવઘણભાઇને જવાબદારી સોંપાઇ : ભાજપ મહિલા મોરચાના પ્રમુખ તરીકે ખ્‍યાતીબેન લોઢારીઃ કિશાન મોરચાના પ્રમુખ ભીમભાઇ પુંજાભાઇ : બક્ષીપંચ મોરચાના પ્રમુખ કાંતીભાઇ ઘેડીયાઃ અનુસુચીત જાતી મોરચા પ્રમુખ કીરીટભાઇ માલદેભાઇઃ લઘુતમ  મોરચાના પ્રમુખપદે હસનભાઇની પસંદગી

(પરેશ પારેખ દ્વારા) પોરબંદર, તા., ૯ : પ્રદેશ ભાજપ દ્વારા સૌરાષ્‍ટ્રના જિલ્લાના નવા સંગઠનના નામોની યાદી સાથે પોરબંદર જિલ્લા ભાજપના નવા હોદેદારોના નામ જાહેર કરવામાં અતિ વિલંબથી અનેક ચર્ચા અને તર્ક-વિતર્કો થયા હતા. જિલ્લા ભાજપ  પ્રમુખપદે ચેતનાબેન તિવારીની નિમણુંકના આઠ મહિના બાદ પોરબંદર જિલ્લા ભાજપના નવા સંગઠનની જાહેરાત કરતા આતુરતાનો અંત આવ્‍યો છે.

પોરબંદર જિલ્લા ભાજપ સંગઠન ની ટિમ જાહેર કરવામાં આવી છે જેમાં ૮ ઉપપ્રમુખ, ૩ મહામંત્રી, ૮ મંત્રી સહીત કોષાધ્‍યક્ષ, કાર્યાલય મંત્રી અને વિવિધ મોરચા માં થઈ નિમણુંકો થઇ છે.  ભાજપા પ્રદેશ પ્રમુખશ્રી જગદીશભાઇ વિશ્વકર્મા તથા મોવડી મંડળ સાથે ચર્ચા વિચારણા કરી પોરબંદર જિલ્લા ભાજપ પ્રમુખ ડો. ચેતનાબેન તિવારી દ્વારા પોરબંદર જિલ્લા સંગઠન માં હોદેદારશ્રીઓ ની નિમણુંક કરવામાં આવેલ છે. જેમાં ઉપપ્રમુખ તરીકે કપિલભાઇ જયંતિભાઈ કોટેચા, કેતનભાઈ જમનાદાસ દાણી, મીતાબેન હેમતલાલ થાનકી, સવિતાબેન ખીમજીભાઇ કુહાડા, નીમીશાબેન અનિલકુમાર જોશી, મનીષકુમાર બાબુલાલ જેઠવા, પ્રતાપ પરબતભાઇ કેશવાલા, દિનેશભાઇ મેઘજીભાઈ ચુડાસમાની નિમણુંકો કરવામાં આવેલ છે. જિલ્લા મહામંત્રી તરીકે રાજેશભાઈ દેવશીભાઈ કરગટીયા, પ્રવીણભાઈ ભનુભાઇ ઓડેદરા, પ્રવીણભાઈ રતનશીભાઈ ખોરાવાની નિમણુંક કરવામાં આવી છે. તેમજ મંત્રી તરીકે વનિતાબેન કાંતિલાલ સોલંકી, વિનુભાઇ અરજણભાઇ ડાંગર, લક્કીરાજસિંહ ગિરિરાજસિંહ વાળા, કિરીટભાઈ લાલજીભાઈ બાપોદરા, ધર્મેન્‍દ્રસિંહ ઉમેદસિંહ જેઠવા, જેઠાભાઈ  ગિગાભાઈ  ઓડેદરા, મશરીભાઇ જેઠાભાઈ ખૂંટી, નિકિતાબેન અનંતરાઈ ટેવાણીની નિમણુંક થઇ છે. કોષાધ્‍યક્ષ તરીકે વિપુલભાઈ વજ્‍શીભાઇ વાજા અને કાર્યાલય મંત્રી તરીકે હર્ષદ ભાવેશભાઈ જોશી ના નામ ની જાહેરાત કરવામાં આવી છે. તે ઉપરાંત સોશ્‍યલ મીડિયા વિભાગ માં વિપુલભાઈ ચંદ્રકાન્‍તભાઈ વ્‍યાસ, આઈ.ટી. વિભાગમાં રાજ હરીશભાઇ પોપટ અને મીડિયા વિભાગમાં સાગર રાજેશ (મનુભાઈ) મોદીના નામની જાહેરાત કરવામાં આવી છે.

 વિવિધ મોરચામાં નિમણુંકોમાં યુવા ભાજપ પ્રમુખ તરીકે હર્ષભાઈ સુનિલભાઈ ગોહેલ તેમજ બે મહામંત્રીઓમાં હર્ષભાઈ ધર્મેન્‍દ્રભાઈ રૂઘાણી અને લખુભાઇ નવઘણભાઈ કારાવદરા, મહિલા મોરચામાં પ્રમુખ તરીકે ખ્‍યાતિબેન સંજયભાઈ લોઢારી, બે મહામંત્રીઓમાં વર્ષાબેન જયેશભાઇ કારાવદરા, કિર્તિબાલા રાજેન્‍દ્રભાઈ પુરોહિત તેમજ કિશાન મોરચાના પ્રમુખ તરીકે ભીમાભાઇ પુંજાભાઈ ઓડેદરા અને બે મહામંત્રીઓ માં નિલેશભાઇ રાજશીભાઈ ખૂંટી, કેશુભાઈ મેણંદભાઈ ઓડેદરા.

 બક્ષીપંચ (ઓબીસી) મોરચામાં પ્રમુખ તરીકે કાંતિભાઈ નારણભાઇ ઘેડીયા, બે મહામંત્રીઓમાં સુરેશભાઇ ઈશ્વરલાલ સિકોતરા, વિશાલભાઈ બાબુલાલ મઢવી, અનુસૂચિત જતી મોરચામાં પ્રમુખ તરીકે કિરીટભાઈ માલદેભાઇ સાદીયા બે મહામંત્રીઓમાં માધવજીભાઈ હાલજીભાઈ મકવાણા, માલદેભાઇ મુંજાભાઈ લીંબોલા તેમજ લઘુમતી મોરચાના પ્રમુખ તરીકે હસનભાઈ સતારભાઇ મન્‍સૂરી અને બે મહામંત્રીઓમાં ફારૂકભાઈ યુસુફભાઈ સૂર્યા, ગુલામનબી અબ્‍દુલ્લા સૈયદની નિમણુંકો કરવામાં આવેલ છે.

તમામ આ નવનિયુક્‍ત હોદેદારોને પોરબંદરના સાંસદ ડો. મનસુખભાઇ માંડવિયા, રાજ્‍યસભા સાંસદ  રામભાઈ મોકરિયા, ગુજરાત રાજ્‍ય કેબિનેટમંત્રી  અર્જુનભાઈ મોઢવાડીયા, જિલ્લા ભાજપ પ્રમુખ ડો. ચેતનાબેન તિવારી, પોરબંદર શહેર ભાજપ પ્રમુખ સાગર મોદી  સહિત આગેવાનો , કાર્યકરો દ્વારા અભિનંદન પાઠવવામાં આવેલ છે.

પોરબંદર જિલ્લા ભાજપ કાર્યાલય ખાતે ફટાકડા ફોડી નવી ટિમ ને આવકારવામાં આવી હતી, જિલ્લા ભાજપ પ્રમુખ ડો. ચેતનાબેન તિવારી એ જણાવ્‍યું હતું કે,  જિલ્લા ભાજપની જે નવી ટિમ જાહેર થઇ છે તે પ્રદેશની સલાહ સૂચના મુજબ તેને હું આવકારું છું અને આ જે નવી ટિમ જાહેર થઇ છે તેમાં પ્રદેશમાંથી ઘણાબધા વિચારો કરીને ભારતીય જનતા પાર્ટીને સમર્પિત કાર્યકર્તાને સિલેકટ કરી અને તે લોકો વધુ આગળ આવે, પ્રદેશની સૂચના મુજબ કામ કરી શકે તે મુજબ ટિમ જાહેર કરી છે, હું પ્રદેશ નો આ તકે આભાર માનું છું. 

(12:06 PM IST)