તા. ૧૨ નવેમ્બર ર૦ર૬ વિક્રમ સંવત ર૦૮૩ કારતક સુદ – ૩ ગુરૂવાર
News of Sunday, 8th February 2026
SIR બાદ મોરબી જિલ્લામાં 10291 મતદારોના નામ કમી કરવા થઈ હતી અરજી.
જિલ્લાના નવી મતદાર યાદી સામે રજૂ થયેલ 2583 ફોર્મ 7ની ખરાઈ કરાશે:અનેક અરજીઓ પાછી ખેંચી લેવાઈ, વાંકનેરમાં સૌથી વધુ 1595 નામ કમી કરવા અરજી.

( પ્રવિણ વ્યાસ દ્વારા ) મોરબી : સ્પેશિયલ ઈન્ટેનસીવ રિવિઝન હેઠળ મતદાર યાદીની ઘનિષ્ઠ સુધારણા બાદ તૈયાર થયેલી મતદાર યાદી સામે રાજ્યભરમાંથી સત્તાધારી પક્ષના અગ્રણીઓ દ્વારા મોટા પ્રમાણમાં વાંધા રજૂ ક૨વા ફોર્મ નંબર 7 રજૂ કરવાના આવ્યા હતા.જો કે, કોઈપણ કારણોસર હવે આવી અરજી ઘટી જતાં હવે મોરબી જિલ્લામાં માત્ર 2583 અરજીઓ જ રહેતા તંત્ર દ્વારા આ અરજીના આધારે નોટિસ મોકલી પુરાવા માંગવામાં આવશે.
અચાનક જ ફોર્મ નંબર 7 ઘટી ગયા
મોરબી જિલ્લામાં SIR બાદ તૈયાર કરેલી નવી મતદારયાદીની પ્રાથમિક પ્રસિદ્ધિ બાદ હક્કદાવા રજૂ કરવાની મુદત દરમિયાન નામ ઉમેરવા માટે 11,704 ફોર્મ 6 રજૂ થયા હતા. સાથે જ જિલ્લામાં 10,291 નામ કમી કરવા માટે ફોર્મ 7 રજૂ કરવામાં આવ્યા હતા.જો કે, મોટા પ્રમાણમાં મતદારોના નામ કમી કરવા થોકબંધ અરજીઓ મામલે રાજ્યભરમાં હોબાળો જાગ્યો હતો પરિણામે મોરબી જિલ્લામાં અચાનક જ ફોર્મ નંબર 7 ઘટીને 2583 થઈ ગયા હતા.
વાંકાનેર બેઠકમાં સૌથી વધુ ફોર્મ 7 રજૂ થયા
મોરબી જિલ્લા ચૂંટણી તંત્રના જણાવ્યા મુજબ જિલ્લામાં હાલ કુલ 2583 ફોર્મ 7 બાકી રહ્યા છે. જેમાં મોરબી બેઠકમાં 513, ટંકારા બેઠકમાં 475 અને વાંકાનેર બેઠકમાં 1595 ફોર્મ 7 રજૂ કરવામાં આવ્યા હોય હવે ચૂંટણીતંત્ર ફોર્મ 7 રજૂ કરનારને પુરાવા આપવા નોટિસ આપશે. સાથે જ જે મતદાર સામે વાંધા રજૂ થયા હોય તેમને પણ પુરાવા રજૂ કરવાં માટે નોટિસ આપવામાં આવનાર હોવાનું સૂત્રો જણાવી રહ્યા છે.
(10:52 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
