<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Sunday, 8th February 2026

મોરબીના ગ્રામ્ય પંથકમાંથી ૧૧ વર્ષની સગીરાનું અપહરણ કરી દુષ્કર્મ, મદદ કરનાર મહિલા સહીત બે ઝડપાયા

પોલીસે અમદાવાદમાં રહેવામાં મદદ કરનાર મહિલા આરોપી સહીત બંનેને ઝડપી લઈને કાયદેસર કાર્યવાહી હાથ ધરી .

( પ્રવિણ વ્યાસ દ્વારા )  મોરબી તાલુકાના ગ્રામ્ય પંથકમાંથી એક ઇસમ ૧૧ વર્ષની સગીરાનું અપહરણ કરી લઇ ગયો હતો લગ્નની લાલચ આપી સગીરાને લઇ જઈને મોરબીમાં વિવિધ સ્થળે દુષ્કર્મ આચર્યું હતું અને બે મહિનાથી અમદાવાદ રહેતો હતો પોલીસે અમદાવાદમાં રહેવામાં મદદ કરનાર મહિલા આરોપી સહીત બંનેને ઝડપી લઈને કાયદેસર કાર્યવાહી હાથ ધરી છે

    ચકચારી બનાવની પ્રાપ્ત વિગતો મુજબ મોરબી તાલુકાના ગ્રામ્ય પંથકમાં રહેતી ૧૧ વર્ષની બાળકીનું અપહરણ થયું હતું આરોપી અજય નરશીભાઈ ભંખોડીયા (ઉ.વ.૨૦) વાળો શખ્સ બાળકીને લલચાવી ફોસલાવી અપહરણ કરી ગયો હતો બાદમાં મોરબી તાલુકાના ગ્રામ્ય પંથક તેમજ સિરામિક કારખાનાની લેબર કોલોનીમાં રહ્યા હતા બાદમાં બાળકીને લઈને શખ્સ અમદાવાદ ગયો હતો અને મીનાક્ષી ઉર્ફે મનીષા અનિલભાઈ વાલેરા નામની મહિલાના ઘરે ૨ માસ જેટલો સમય રહ્યા હતા મોરબી તાલુકા પોલીસે અપહરણ અને દુષ્કર્મની ફરિયાદ નોંધી આરોપી અજય ભંખોડીયા અને મદદગારી કરનાર મહિલા આરોપી મીનાક્ષી ઉર્ફ મનીષા વાલેરાને ઝડપી લઈને વધુ તપાસ ચલાવી છે.

(1:01 AM IST)