તા. ૧૨ નવેમ્બર ર૦ર૬ વિક્રમ સંવત ર૦૮૩ કારતક સુદ – ૩ ગુરૂવાર
News of Sunday, 8th February 2026
મોરબીમાં આવેલી ૨૯ મીઠાઈ અને ફરસાણની દુકાનમાં ચેકિંગ, ૧૭ હોટેલ-રેસ્ટોરન્ટને નોટીસ.
ફૂડસેફટી ઇન્સ્પેક્ટરે અનહાઇજેનિક 5 લીટર કલરનો સ્થળ પર નાશ કર્યો.

( પ્રવિણ વ્યાસ દ્વારા ) મોરબી શહેરના મીઠાઈ ફરસાણના વેપારીઓ તેમજ હોટલ- રેસ્ટોરન્ટમાં ખાદ્ય પદાર્થનું નિરીક્ષણ કર્યું હતું દરમિયાન ૧૭ મીઠાઈ-ફરસાણ વેપારીઓ ઉપરાંત હોટેલ-રેસ્ટોરન્ટને નોટીસ આપવામાં આવી હતી.
મોરબી મહાનગરપાલિકાની ફુડ શાખા દ્વારા શહેરમાં મીઠાઈ- ફરસાણાના ધંધાર્થી હોટલ રેસ્ટોરન્ટ સહિત ૨૯ સ્થળોએ ફૂડ સેફ્ટી ઇન્સ્પેક્ટરે વિઝીટ કરી હતી જે વિઝીટ દરમિયાન લાઇસન્સ, અખાદ્ય સામગ્રી, સહિતની બાબતોની તકેદારી ન રાખનાર ૧૭ દુકાન ધારકોને નોટિસ પાઠવી હતી ફૂડ સેફટી ઇન્સ્પેક્ટરની વિઝીટ દરમિયાન ભક્તિનગર સર્કલ વિસ્તારમાં આવેલ વિરાટ પાંવભાજી એન્ડ ચાઈનીઝ માં અખાદ્ય કલરના 3 લીટર જથ્થાનો નાશ કરાયો હતો.
ધ ચોકલેટ રૂમ અને ભોલે બાબા ડેરી ફાર્મમાંથી ૨ લીટર જેટલા અખાદ્ય કલરનો નાશ કરાયો હતો, મોરબી મહાનગરપાલિકાની ફુડ શાખાએ ફૂડ ચેકિંગ તથા નિરીક્ષણ કામગીરી દરમિયાન કુલ ૫ લીટર અખાદ્ય કલરના જથ્થાનો નાશ કર્યો હતો. મોરબી મનપાની ફુડ શાખા દ્વારા લાયસન્સ ચેકિંગ કામગીરી અને હોટલ રેસ્ટોરન્ટના ધંધાર્થીઓને ત્યાં સ્વચ્છતા સહિતનું ઇન્સ્પેક્શન કરવામાં આવ્યું હતું.
(12:59 AM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
