<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Saturday, 7th February 2026

જામનગર :સ્ટેટ GST વિભાગના આસિ.કમિશનર એસ.કે.પટેલ અને સ્ટેટ ટેક્સ ઓફિસર રાહુલ મોતાને સસ્પેન્ડ કરાયા

સક્રિય સેવામાં ચાલુ રાખવા જાહેર વહીવટી હિતમાં ન હોઇ તેઓને તાત્કાલિક ફરજમોકુફી કરી દેવાયા

જામનગર: સ્ટેટ GST વિભાગના આસિ.કમિશનર એસ.કે.પટેલ અને સ્ટેટ ટેક્સ ઓફિસર રાહુલ મોટાને સસ્પેન્ડ કરી દેવાયા છે  

રાહુલ મોતા, રાજ્યવેરા અધિકારી, વર્ગ-2, ઘટક-98, જામનગરને ફરજમોકુફ કરાયા છે 

M/S DEE KAY INFRA (GSTIN: 24APVPI217IC1ZZ) ના કેસમાં નોંધણી નંબર રદ કરવાની કાર્યવાહી ડ્રોપ કરવાના ઓર્ડરમાં આર્ટીકલ 19(1)(g) fundamental right નો આધાર લઈ ડ્રોપ કરેલ છે. આ નોંધણી નંબર રદ કરવા REG-17 નોટીસ આપેલ. જેમાં કુલ-14 વેપારીમાં રૂ.1, 89,37, 512 દર્શાવેલ છે. એટલે કે તેઓએ જ્યારે નોટીસ આપેલ ત્યારે તેઓ જાણતા હતા કે, 14 વેપારીઓ પૈકી 2 વેપારીના GSTN રજીસ્ટ્રેશન નંબર સસ્પેન્ડેડ છે. જેમા કુલ રૂ. 1,10,11,990 ની રકમ સંડોવાયેલ હતી. તેમ છતાં નોટીસ ડ્રોપની પ્રોસીજર કરતી વખતે તેઓ દ્વારા આ વિગતો ધ્યાને લીધા સિવાય બદઈરાદાપૂર્વક નોટીસ ડ્રોપની કાર્યવાહી પૂર્ણ કરેલી. વધુમાં, નોટીસ ડ્રોપની પ્રોસીઝરમાં હાજર વ્યક્તિના સ્ટેટમેન્ટ પરથી સાબિત થાય છે

મોતાને જાણકારી હતી કે સદર પ્રોસીઝરમાં હાજર થયેલા વ્યક્તિ આ કેસની ઓથોરાઇઝ્ડ વ્યક્તિ નથી. છતાં, આવી અનઓથોરાઇઝ્ડ વ્યક્તિને હાજર રાખી તેઓની બાહેંધરીને ધ્યાનમાં લઇ સરકારને નાણાંકીય નુકસાન કરતો નિર્ણય લઇ REG-17 ડ્રોપ કરેલ છે, જેમા તેઓનો બદઇરાદો સ્પષ્ટ જણાયો છે. 

મોતા દ્વારા M/S DEE KAY INFRA (GSTIN: 24APVPI217IC1ZZ) ના કેસમાં જી.એસ.ટી નોંધણી નંબર રદ કરવા REG-17 નોટીસ આપી પૂરતી ચકાસણી કરેલ ન હતી. Forged Authority Letter અને Representation ધ્યાને રાખી પેઢીમાં દર્શાવેલ બોગસ ઇન્વર્ડ- આઉટવર્ડ સપ્લાય બાબતે ચકાસણી ન કરી બદઇરાદા પૂર્વક નોંધણી નંબર રદ કરવાની પ્રક્રિયા રદ કરવા માટે ડ્રોપ ઓર્ડર ઇશ્યૂં કરી ગંભીર ક્ષતિ કરેલી છે. તેઓની આ ક્ષતિને કારણે સરકારને રૂ.3,66,80,532 અને તેના પર લાગુ પડતા દરે વ્યાજ તથા દંડનું નાણાંકીય નુકસાન થયું છે.

આમ રાહુલ કે. મોતા, રાજ્યવેરા અધિકારી, વર્ગ-2 દ્વારા ખૂબ જ ગંભીર પ્રકારની ગેરરીતિ આચરવામાં આવેલ છે. તેઓ દ્વારા કરવામાં આવેલ આ ગંભીર ક્ષતિને કારણે સરકારને નુકસાન થયું છે. આ પ્રકારની નાણાંકીય ગેરરીતી- અનિયમિતતા સંબંધમાં તેઓની સામે શિસ્ત
વિષયક કાર્યવાહી હાથ ધરવાની બાબત વિચારણા હેઠળ છે. આ કારણોસર તેઓને ગુજરાત રાજ્ય સેવા (શિસ્ત અને અપીલ) નિયમો, 1971  નિયમ-5(1)(ક) ની જોગવાઇ મુજબ સક્રિય સેવામાં ચાલુ રાખવા જાહેર વહીવટી હિતમાં ન હોઇ તેઓને તાત્કાલિક ફરજમોકુફી હેઠળ મુકવામાં આવે છે. સ્ટેટ GST વિભાગના આસિ.કમિશનર એસ.કે.પટેલને પણ આ કેસમાં જ સસ્પેન્ડ કરી દેવામાં આવ્યાં છે.

 

(9:04 PM IST)