તા. ૧૦ એપ્રિલ ર૦ર૫ વિક્રમ સંવત ર૦૮૧ ચૈત્ર સુદ – ૧૩ ગુરૂવાર
News of Saturday, 7th February 2026
કિશોરભાઇ કોટકનું નિધનઃ સાંજે વેરાવળ ખાતે ઉઠમણું
ગુજરાત પ્રદેશ અધિવકતા પરિષદના સ્તંભ, રાષ્ટ્રીય પૂર્વ ઉપાધ્યક્ષ અને વરિષ્ઠ ધારાશાસ્ત્રી : તેઓ સોૈરાષ્ટ્ર યુનિ.માં ૨૦૦૨થી ૨૦૦૫ સીન્ડીકેટ સભ્ય રહી ચૂકયા હતા

રાજકોટઃ ગુજરાત પ્રદેશ અધિવક્તા પરિષદના મહત્ત્વના સ્તંભ, રાષ્ટ્રીય પૂર્વ ઉપાધ્યક્ષ અને વરિષ્ઠ ધારાશાસ્ત્રી કિશોરભાઈ કોટકનું ૭૫ વર્ષની વયે દુઃખદ અવસાન વેરાવળ ખાતે થયેલ છે.
કિશોરભાઇ કોટક વકીલાતના વ્યવસાયમાં ૧૯૭૬ થી જોડાયેલા હતા. તેઓ રાષ્ટ્રીય સ્વંયસેવક સંઘના જ એક ક્ષેત્ર અધિવક્તા પરિષદ સાથે ત્રણ દાયકાથી જોડાયેલા હતા. તેઓ ગુજરાત પ્રાંત અધિવક્તા પરિષદ ના પ્રાંત પ્રમુખ તરીકે તેમજ રાષ્ટ્રીય કક્ષાએ અધિવક્તા પરિષદના રાષ્ટ્રીય ઉપાધ્યક્ષ તરીકે જવાબદારી સંભાળી ચૂકયા છે. શ્રી કોટક અધિવક્તા પરિષદના અત્યાર સુધીના તમામ રાષ્ટ્રીય અધિવેશન માં મહત્વની જવાબદારી સંભાળી ચુકયા છે.
શ્રી કોટકનો જન્મ તા.૧૨/૪/૧૯૫૧ના રોજ થયેલ હતો. શ્રી કોટક રાષ્ટ્રીય સ્વંયસેવક સંઘના સ્વંયસેવક છે. તેઓ સંઘના તળતીય વર્ષ શિક્ષિત સ્વંયસેવક છે. તેઓએ રાષ્ટ્રીય સ્વંયસેવક સંઘમાં વિવિધ જવાબદારી સંભાળી ચુકયા છે. શ્રી કોટક સૌરાષ્ટ્ર યુનિવર્સિટીમાં ૨૦૦૨ થી ૨૦૦૫ સુધી ગુજરાત સરકાર દ્વારા સિન્ડિકેટ સભ્ય તરીકે નિયુક્ત થાય હતા.
શ્રી કોટક સોમનાથ વેરાવળ ખાતે વિદ્યાભારતી દ્વારા સંચાલીત સરસ્વતી શિશુમંદિરના મેનેજિંગ ટ્રસ્ટી તરીકે કાર્યરત રહ્યા હતા. શ્રી કોટક વેરાવળ ખાતેની જાણીતી એવી પીપલ્સ કો-ઓપરેટીવ બેંકમાં વર્ષો સુધી ડીરેક્ટર અને ચેરમેન જેવી મહત્વની જવાબદારી સંભાળી ચુકયા છે.
શ્રી કોટકની અંતિમયાત્રા આજે સવારે વેરાવળ ખાતે સવારે ૧૦ વાગ્યે તેમના નિવાસસ્થાનેથી નીકળી હતી. જેમાં વિવિધ ક્ષેત્રોના આગેવાનો તથા વકીલો બહોળી સંખ્યામાં જોડાયા હતા.
કિશોરકુમાર મૂળજીભાઈ કોટક
તે સ્વ મુળજીભાઈ વાલજીભાઈ કોટક તથા સ્વ નિર્મળાબેન મૂળજીભાઈ કોટક ના પુત્ર તથા મંજુલાબેન ના પતિ અને દિલીપભાઈ તથા એડવોકેટ રમેશભાઈ ના ભાઈ અને કીર્તિબેન ભગવાનભાઈ ગોપલાણી, નેહાબેન ભાર્ગવકુમાર ઠક્કર, અમરીષાબેન તેજસકુમાર ત્રિવેદીના પિતાશ્રી, તેમજ હર્ષભાઈ, તપનભાઈના મોટા બાપુજી તેમજ અમરેલી વાળા સ્વ.વિઠ્ઠલદાસ પોપટલાલ વસાણી ના જમાઈ અને સ્વ. કિરીટભાઈ, વિજયભાઈ, પ્રદીપભાઈ,અતુલભાઇ ના બનેવીનું તા. ૭ને શનિવાર ના રોજ શ્રીજીચરણ પામેલા છે. સદગતનું ઉઠમણું તેમજ પિયર પક્ષની સાદડી આજે તા. ૦૭ને શનિવારના સાંજે ૫ થી ૬ શ્રી બિલેશ્વર મહાદેવ મંદિર, જૈન દેરાસર ચોક વેરાવળ ખાતે રાખેલ છે.
(3:49 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
