<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Friday, 6th February 2026

પ્રભારી મંત્રી છાંગાએ મોરબી જિલ્લાના ઉદ્યોગપતિઓના ઓપન હાઉસમાં ભાગ લીધો

ઉદ્યોગોના ૩૬ પ્રશ્‍નો રજૂ કરાયા; નિરાકરણની પ્રભારી મંત્રીની ખાતરી

(પ્રવિણ વ્‍યાસ દ્વારા) મોરબીઃ તા. ૬, ગુજરાતના રાજ્‍યકક્ષાના ઉચ્‍ચ અને તાંત્રિક શિક્ષણ વિભાગના મંત્રી તેમજ મોરબી જિલ્લાના પ્રભારી મંત્રી ત્રિકમભાઈ છાંગાના અધ્‍યક્ષસ્‍થાને મોરબી કલેકટર કચેરી ખાતે ઉદ્યોગપતિઓ સાથે ઓપન હાઉસ જિલ્લા વહીવટી તંત્ર અને જિલ્લા ઉધોગ કેન્‍દ્ર દ્વારા યોજાઇ હતી. ઉદ્યોગોના ૧૧ વિભાગના ૩૬ પ્રશ્‍નો રજૂ કરાયા હતા.

જિલ્લાના પ્રભારી મંત્રી ત્રિકમભાઈ છાંગાએ ઉધોગપતિઓ,  ઉધોગગળહના પ્રતિનિધિઓને કહ્યું હતું કે ગુજરાતના વિકાસમાં મોરબીના ઉદ્યોગનું મહત્‍વનું યોગદાન છે. ત્‍યારે કોઈ પણ જિલ્લાના ઉધોગગળહના વિવિધ સ્‍થાનિક, વહીવટી કે રાજ્‍યકક્ષાના પ્રશ્‍નો જાણી તેમને મૂંઝવતા પ્રશ્‍નોનું નિરાકરણ આવે તેમજ આ બાબતે સમયાંતરે સમીક્ષા કરવામાં આવે તેવુ રાજ્‍ય સરકારનું વિઝન છે. મોરબી જિલ્લાના વિકાસ  માટે રાજ્‍ય સરકારનો અભિગમ સકારાત્‍મક છે એટલે જ મોરબીને મહાનગર પાલિકા અને ટંકારાને નગરપાલિકા બનાવી છે ત્‍યારે ઉધોગોના વધુ વેગ માટે તેમજ મૂંઝવતા પ્રશ્‍નો માટે રાજ્‍ય સરકાર પૂરતો સહયોગ આપશે. નીતિ વિષયક સિવાયના પ્રશ્‍નોના  નિરાકરણની મંત્રીએ ખાતરી આપી હતી.

જિલ્લા કલેક્‍ટર કે. બી. ઝવેરીએ ઉધોગપતિઓ,  ઉધોગગળહના પ્રતિનિધિઓને આવકારીને ઓપન હાઉસનો હેતુ જણાવતા કહ્યું હતું કે ઉધોગગળહના પ્રશ્‍નોના નિરાકરણ માટે તંત્ર પૂરતો સહયોગ આપશે. આ તકે જિલ્લા પંચાયત પ્રમુખ હંસાબેન પારેધી, ધારાસભ્‍ય દુર્લભજીભાઈ દેથરિયા, કલેક્‍ટર કે. બી. ઝવેરી, મ્‍યુ. કમિશનર સ્‍વપિ્નલ ખરે, પોલિસ અધિક્ષક મુકેશ પટેલ, જિલ્લા વિકાસ અધિકારી નવલદાન ગઠવી, અધિક નિવાસી કલેક્‍ટર એસ. જે. ખાચર, જિલ્લા ઉધોગ  કેન્‍દ્રના જનરલ મેનેજર એસ.બી. પારેજિયા સહિતના સબંધિત અધિકારીઓ, ઉધોગપતિઓ,  ઉધોગગળહના પ્રતિનિધિઓ ઉપસ્‍થિત રહ્યા હતા.

(1:37 PM IST)