તા. ૧૨ નવેમ્બર ર૦ર૬ વિક્રમ સંવત ર૦૮૩ કારતક સુદ – ૩ ગુરૂવાર
News of Friday, 6th February 2026
જામનગરમાં રેલ્વેની જગ્યાઓ ઉપર દબાણ દુર કરવા ડિમોલીશન

(મુકુંદ બદિયાણી દ્વારા) જામનગરઃ જામનગરમાં આજ સવારથી રેલ્વેની જગ્યાઓ પરના દબાણો દૂર કરવા મેગા ડીમોલિશન શરૂ થયું છે. દિગ્જામ સર્કલ વિસ્તારમાં રેલ્વે તંત્ર દ્વારા ડિમોલેશન પ્રક્રિયા હાથ ધરાતા કરોડો રૂપિયાની કિંમતી જમીન પર વર્ષોથી થયેલ દબાણ હટાવવા રેલ્વેએ સ્થાનિક પોલીસ સાથે ઓપરેશન હાથ ધર્યુ હતું. ડીવાયએસપી, એસીપી સહિતના ઉચ્ચ પોલીસ અધિકારી સહિત ૩૦૦ થી વધુ સુરક્ષાકર્મીઓ તૈનાત રહયા હતા. જેસીબી, ટ્રેકટર સહીતના સાધનો લઇ રેલ્વેની ટીમે ડિમોલેશન પ્રક્રિયા હાથ ધરી છે જેમાં આજ સાંજ સુધીમાં તમામ દબાણ દૂર કરવા કવાયત તંત્રે હાથ ધરી છે જેની તસ્વીરો.(તસ્વીરઃ કિંજલ કારસરીયા-જામનગર
(1:22 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
