<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Friday, 6th February 2026

ચોટીલાના વન વિસ્‍તારમાં ૧૦૦ યુવક યુવતીઓએ ૧૦ દિ' પરિભ્રમણ કરી પ્રાકળતિક સાનિધ્‍યનો પરિચય કેળવ્‍યો

યુવક સેવા અને સાંસ્‍કળતિક પ્રવળતિઓ દ્વારા યુવાનોમાં પ્રકળતિ પ્રેમભાવ સાથે ચેતના વિકસાવતો અનોખો કાર્યક્રમ : પ્રકળતિના રક્ષણ અને અંગદાન-મહાદાનની વેગવાન પ્રતિજ્ઞા સાથે સમાપન કાર્યક્રમ યોજાયો

(હેમલ શાહ દ્વારા) ચોટીલા, તા.૬: કમિશનરશ્રી યુવક સેવા અને સાંસ્‍કળતિક પ્રવળતિઓ ગાંધીનગર આયોજીત તથા જિલ્લા યુવા અને સાંસ્‍કળતિક પ્રવળત્તિઓની કચેરી, સુરેન્‍દ્રનગર દ્વારા સંચાલિત યુવા ચેતનાને પ્રાકળતિક સ્‍વરૂપે વિકસાવવા માટે અનોખા વન વિસ્‍તાર પરિભ્રમણ કાર્યક્રમ રાજ્‍યના ૧૦૦ યુવક યુવતીઓએ ભાગ લઈ સુરેન્‍દ્રનગર જિલ્લાનાં ચોટીલા, માંડવ અને ઠાંગા પંથકમાં વિહરીને કાર્યક્રમને સફળ બનાવ્‍યો હતો.

રાજ્‍ય સરકારનાં યુવા ચેતના વિકસાવતા આ અનોખા કાર્યક્રમ અંગે સુરેન્‍દ્રનગર જિલ્લા યુવા વિકાસ અધિકારી ભરતસિંહ ગોહિલે માહિતી આપતા જણાવેલ કે રાજ્‍યના ૧૫ થી ૩૫ વર્ષના યુવક-યુવતીઓમાં નૈસર્ગિક દર્શન દ્વારા વન્‍ય પશુ-પક્ષીઓ, વળક્ષો, પહાડો, ખડકો, ઝરણા, કોતરો વગેનેનો પ્રત્‍યક્ષ પરિચય કેળવે તથા તેઓમાં પ્રકળતિ પ્રત્‍યે પ્રેમ ભાવ સાથે તેઓની ચેતનાનો વિકસ થાય તે હેતુથી રાજ્‍ય સરકાર દ્વારા ૧૦ દિવસના વન વિસ્‍તાર પરિભ્રમણ કાર્યક્રમનું આયોજન હાથ ધરવામાં આવેલ હતો. જે અન્‍વયે ચોટીલા અને માંડવ અને ઠાંગા પંથક માટે ઇચ્‍છુક ૪૦૦ થી વધુ ઉમેદવારોની અરજીઓ આવેલ જે પૈકી પસંદગી પામેલ ૧૦૦ યુવક યુવતીઓને ૧૦-દિવસના આ કાર્યક્રમમાં ભાગ લેવાની તક આપવામાં આવેલ હતી.યુવા ચેતનાને વિકસાવતા આ અનોખા કાર્યક્રમમાં સહભાગી બનેલા રાજ્‍યના વિવિધ જિલ્લાઓ માંથી અભ્‍યાસ અને જોબ કરતા યુવા શિક્ષીત ભાઇઓ બહેનોને ભાગ લઈ દસ દિવસ દરમ્‍યાન ચોટીલા ડુંગર, મેણાણી સ્‍મારક, ભીમોરાની ગુફા, બાંડિયાબેલીની પ્રકળતિ, સુરજ દેવળ, તરણેતર, મુનિના દેવળ જેવા પોરાણિક સ્‍થળો સાથે કુદરતી વાતાવરણ વચ્‍ચે આવેલ ઐતિહાસિક એવા ઝરિયા મહાદેવ સાથે નાગબાઈમાના વડ, ઢેઢુકી, હિંગળાજ માતા અને ઠાંગેશ્વર મહાદેવ મંદિર સાથે ચોટીલા ડુંગર પરિક્રમા પથ, ભક્‍તિ વનના પરિભ્રમણ સાથે રસેસભાઈ ગોહિલ, રિયા વ્‍યાસ, નરેન્‍દ્રસિંહ રાયજાદા, મયુરધ્‍વજસિંહ ઝાલા, વાલીબેન અને મિતલબેન પાઠક જેવા રિસોર્સ પર્સન દ્વારા વન્‍ય જીવો, પ્રકળતિ, અનેક પક્ષીઓ, પ્રાણીઓ અને વળક્ષો અંગે ખુબ ડાણ પૂર્વકની જ્ઞાનસભર માહિતી સાથે પ્રાકળતિક શિક્ષણને લગતી અનેક પ્રવળતિઓ કરાવામાં આવેલ હતી.

 આ કાર્યક્રમને સફળ બનાવવામાં પ્રાંત યુવા વિકાસ અધિકારી પ્રકાશસિંહ ગોહિલ સાથે મમતાબેન પંડિત, યોગરાજસિંહ રાઠોડ, અને જયભાઇ જાદવ દ્વારા જહેમત ઉઠાવવામાં આવેલ હતી.વન પરિભ્રમણાનાં અંતિમ દિવસે સમાપન કાર્યક્રમ ચોટીલાની એન. એન. શાહ સ્‍કૂલ ખાતે યોજવામાં આવેલ જેમા જિલ્લા યુવા વિકાસ અધિકારી ભરતસિંહ ગોહિલ, સંસ્‍થાના સંચાલક કિરીટસિંહ રહેવર, વન પર્યાવરણ અને ક્‍લાઇમેટ ચેન્‍જ આયોગ દિલ્‍હીના જિલ્લા મેમ્‍બર એવા પત્રકાર જીજ્ઞેશભાઈ શાહ તથા રિસોર્સ પર્સન રસેસ ભાઈ ગોહિલ, રિયા વ્‍યાસ સહિતના ઉપસ્‍થિત રહ્યા હતા શિબિરાર્થી દ્વારા વિવિધ પ્રદુષણો જેવાકે ભૂમિ પ્રદુષણ, ધ્‍વનિ પ્રદુષણ, પ્‍લાસ્‍ટીક મુક્‍ત જંગલો જેવી અલગ અલગ થીમાં ઉપર નાટકો રજુ કરી પ્રદુષણ મુક્‍તિનો સંદેશો આપ્‍યો હતો

સમાપન કાર્યક્રમનાં તમામ સહભાગીઓએ અંગદાન - મહાદાન ની વેગવાન પ્રતિજ્ઞા સાથે પ્રકળતિના રક્ષણ અને પ્રકળતિના મુલ્‍યોને જીવનમાં ઉતારશે એવો દ્રઢ સંકલ્‍પ જાહેર કર્યો હતો. જિલ્લા યુવા અને સાંસ્‍કળતિક પ્રવળતિઓની કચેરી સુરેન્‍દ્રનગર દ્વારા ભાગ લેનાર દરેક યુવા ભાઈ બહેનોને ટીશર્ટ ટોપી, પેન, ડાયરી અને પ્રમાણપત્ર અને મોમેન્‍ટો આપવામાં આવ્‍યા હતા.

(12:04 PM IST)