<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Thursday, 5th February 2026

જામનગરમાં રહેણાંક મકાનમાંથી વિદેશી દારૂની 354 બોટલો સહીત 1.77 લાખથી વધુના મુદામાલ સાથે આરોપી ઝડપાયો : જુઓ વિડીયો

એલસીબી ટીમે બાતમીના આધારે ખોડિયાર કોલોની રાજ ચેમ્બર પાછળ ગિરધરનગર એપાર્ટમેન્ટમાં દરોડો પાડ્યો

જામનગર :પોલીસ મહાનિરીક્ષક રાજકોટ વિભાગ રાજકોટ અશોકકુમાર (IPS) નાઓએ પ્રોહીબીશન તથા જુગાર ધારા હેઠળના કેસો શોધી કાઢવા જણાવેલ હોય જેથી જામનગર જીલ્લાના પોલીસ વડા ડો. રવિ મોહન સૈની (IPS) નાઓએ તથા ઇન્ચાર્જ પોલીસ અધિક્ષક પ્રતિભા (IPS) નાઓએ જામનગર જીલ્લામાથી દારૂ જુગારની બદીને નેસ્ત નાબુદ કરવા પ્રોહીબીશન તથા જુગાર ધારાના કેસો શોધી કાઢવા અંગે સુચના કરેલ હોય, જેથી એલ.સી.બી.ના પો.સ.ઇ. સી.એમ.કાંટેલીયા તથા પો.સ.ઇ. એમ.વી.ભાટીયા તથા સ્ટાફના માણસો જામનગર શહેર/ગ્રામ્ય વિસ્તારમાં પ્રોહી જુગારના કેશો શોધી કાઢવા અંગે પેટ્રોલીંગમા હતા.

દરમ્યાન એલ.સી.બી. સ્ટાફના ક્રિપાલસિંહ જાડેજા તથા અજયભાઇ વિરડાને મળેલ ખાનગી હકિકત આધારે જામનગર ખોડીયાર કોલોની રાજ ચેમ્બર પાછળ ગીરધરનગર એપાર્ટમેન્ટમાથી મજકુર યુવરાજસિંહ કનુભા ચુડાસમા જાતે ગીરા( ઉ.વ.૨૬ )ધંધો ડ્રાઇવિંગ (રહે. ખોડીયાર કોલોની રાજ ચેમ્બર પાછળ ગીરધરનગર એપાર્ટમેન્ટ બ્લોક નં-બી રૂમ નં-૩ જામનગર વાળા) ના કબ્જામાથી નાની મોટી બોટલ નંગ-૩૫૪ કિ.રૂ.૧,૭૨,૬૦૦/- તથા એક મોબાઇલ ફોન કિ.રૂ.૫૦૦૦/-મળી કુલ કિ.રૂ.૧,૭૭,૬૦૦/-ના મુદામાલ સાથે મળી આવતા પકડી પાડી તેના વિરૂધ્ધ પો. કોન્સ. ભયપાસલિંહ જાડેજાએ ફરીયાદ રીપોર્ટ આપતા પોલીસ હેડ કોન્સ ક્રિપાલસિંહ જાડેજાએ કાયદેસર ની કાર્યવાહી કરેલ છે.આ દારૂનો જથ્થો પોતે રીટાબેન રહે.જામનગર વાળા સાથે મળી વેચાણ કરતો હોવાનુ જણાવેલ છે
  આ કાર્યવાહી પો.ઇન્સ.વી.એમ.લગારીયાના માર્ગદર્શન મુજબ પો.સ.ઈ.સી.એમ.કાંટેલીયા તથા પો.સ.ઇ.એમ.વી.ભાટીયા તથા એલ.સી.બી. સ્ટાફના હરપાલસિંહ સોઢા, ભરતભાઈ પટેલ, નાનજીભાઈ પટેલ, શરદભાઇ પરમાર, દિલીપભાઇ તલવાડીયા, ધનશ્યામભાઇ ડેરવાળીયા, ભરતભાઇ ડાંગર, અરજણભાઇ કોડીયાતર, હિતેન્દ્રસિંહ જાડેજા, મયુદીનભાઇ સૈયદ, ક્રિપાલસિંહ જાડેજા, ધમેન્દ્રસિંહ જાડેજા, સુમિતભાઇ શીયાર, નિર્મળસિંહ જાડેજા, કિશોરભાઇ પરમાર, રૂષીરાજસિંહ વાળા, મયુરસિંહ પરમાર, અજયભાઇ વિરડા, ભયપાલસિંહ જાડેજા, સુરેશભાઇ માલકીયા, ધમેન્દ્રસિંહ જાડેજા, દયારામ ત્રિવેદી, બીજલભાઇ બાલાસરા તથા ભારતીબેન ડાંગર વિગેરે દ્રારા કરવામા આવેલ છે.

(8:16 PM IST)