તા. ૧૧ સપ્ટેમ્બર ર૦ર૬ વિક્રમ સંવત ર૦૮૨ શ્રાવણ વદ – ૧૫ શુક્રવાર
News of Thursday, 5th February 2026
કેશોદના અજાબ ગામે ઝેરી દવા પી એક યુવક અને સગીરાએ આપઘાતનો પ્રયાસ કર્યો
પાડોશમાં રહેતા યુવક અને સગીરા વચ્ચે પ્રેમ સંબંધ હતો, પરંતુ લગ્ન શક્ય ન બનતા બંનેએ આ પગલું ભર્યું હોવાનું પ્રાથમિક તારણ

જુનાગઢ જિલ્લાના કેશોદ તાલુકાના અજાબ ગામે ઝેરી દવા પી એક યુવક અને સગીરાએ આપઘાતનો પ્રયાસ કર્યો હોવાની ઘટના સામે આવી છે. પાડોશમાં રહેતા યુવક અને સગીરા વચ્ચે પ્રેમ સંબંધ હતો, પરંતુ લગ્ન શક્ય ન બનતા બંનેએ આ પગલું ભર્યું હોવાનું પ્રાથમિક તપાસમાં સામે આવ્યું છે. ઝેરી દવા પી લીધા બાદ બંનેની તબિયત લથડતા તેમને તાત્કાલિક સારવાર માટે હોસ્પિટલ ખસેડવામાં આવ્યા હતા. હાલ આપઘાતનો પ્રયાસ કરનાર યુવક અને સગીરાની સારવાર ચાલુ છે. ઘટનાની જાણ થતાં પોલીસ દ્વારા વધુ તપાસ હાથ ધરવામાં આવી છે.
(7:33 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
