News of Thursday, 5th February 2026
ઉત્પાદક અને નિર્ણાયક શકિત તરીકે ભારતની વિશ્વભરમાં નામના
પોરબંદર જિલ્લા ભાજપ દ્વારા કેન્દ્રીય બજેટ અંગે જનજાગૃતિ સેમિનાર યોજાયો

પોરબંદર તા.૫: જિલ્લા ભાજપ દ્વારા કેન્દ્રીય બજેટ ૨૦૨૬-૨૭ અંગે જનજાગળતિ સેમિનાર યોજાયો હતો જેમાં ભારત હવે માત્ર બજાર નથી પણ ઉત્પાદક અને નિર્ણાયક શકિત તરીકે નામ કાઢી રહયુ છે.
કેન્દ્રીય નાણામંત્રી શ્રીમતી નિર્મલા સીતારમણજી દ્વારા રજૂ કરવામાં આવેલા વર્ષ ૨૦૨૬-૨૭ ના બજેટની જોગવાઈઓ સામાન્ય જનતા સુધી પહોંચે તેવા હેતુથી વિભાગીય નાગરિક સહકારી બેંક ખાતે સેમિનારનું આયોજન કરવામાં આવ્યું હતું. સેમિનારમાં જિલ્લા ભાજપ પ્રમુખ ડો. ચેતનાબેન તિવારી, શ્રી કેતનભાઈ દાણી અને ડો. અનિલભાઈ દેવાણી સહિત સહકારી ક્ષેત્રના અગ્રણીઓ ઉપસ્થિત રહ્યા હતા. આ કાર્યક્રમનું સફળ સંચાલન ઇન્ચાર્જસીએ દિવ્યેશ સોઢાઅને સહ-ઇન્ચાર્જશ્રી ભાવિક દેવાણીતથા વિજયભાઈ ઉનડકટ દ્વારા કરવામાં આવ્યું હતું.
આ સેમિનારમાં બજેટની જોગવાઈઓ અંગે ઊંડાણપૂર્વક માહિતીસેમિનાર દરમિયાન સીએ દિવ્યેશ સોઢા, ભાવિક દેવાણી અને વિજયભાઈ ઉનડકટ દ્વારા બજેટની વિવિધ કલ્યાણકારી જોગવાઈઓ વિશે વિસ્તળત માહિતી આપવામાં આવી હતી. વક્તાઓએ આ બજેટને ‘‘નેશન ફર્સ્ટ'' (Nation First) ની ફિલોસોફી પર આધારિત ગણાવ્યું હતું.
આ સેમિનારમાં મુખ્ય ચર્ચાના મુદ્દાઓ આર્થિક શિસ્તઃ બજેટમાં લાંબા ગાળાના આર્થિક સુધારા અને નાણાકીય શિસ્ત પર વિશેષ ભાર મૂકવામાં આવ્યો છે. મેન્યુફેક્ચરિંગ હબઃ ભારતને વૈશ્વિક સ્તરે મોટી શક્તિ બનાવવા માટે સેમિકન્ડક્ટર મિશન ૨.૦ અને રેર અર્થ કોરિડોર જેવી વ્યૂહાત્મક જાહેરાતો કરવામાં આવી છે. સામાન્ય જનતાને રાહતઃ કેન્સરની ૩૬ જીવનરક્ષક દવાઓ પર કસ્ટમ ડ્યુટી નાબૂદ કરવાના નિર્ણયને વધાવવામાં આવ્યો હતો.
સહકારી ક્ષેત્રઃ સહકારી મંડળીઓ માટેની કર રાહતો અને ગ્રામીણ અર્થતંત્રને મજબૂત કરવાના પગલાં અંગે સહકારી ક્ષેત્રના પ્રતિનિધિઓ સાથે ચર્ચા સેમીનારમાં કરાય હતી.
આ સેમિનારમાં ઉપસ્થિત હોદ્દેદારો અને સહકારી ક્ષેત્રના અગ્રણીઓએ આ બજેટને ભારતની સુરક્ષા અને આર્થિક સ્વતંત્રતા સુનિヘતિ કરતી એક મજબૂત બ્લુપ્રિન્ટ ગણાવી હતી. આ સેમિનારમાં મોટી સંખ્યામાં શહેરીજનો અને આમંત્રિતો ઉપસ્થિત રહી બજેટના વિવિધ પાસાઓથી અવગત થયા હતા.
(1:29 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
