News of Thursday, 5th February 2026
જામનગર ડબલ મર્ડર અને ફાયરીંગ કેસમાં ર૦ વર્ષથી ફરાર આરોપીને વેશપલટો કરી પોલીસે ઉત્તરપ્રદેશથી ઝડપી લીધો

જામનગરઃ તા.પ,ગત તારીખ ૧૩/૧૨/૦૬ ના રોજ ‘દીપાલી એન્ટરપ્રાઇઝ'ની ઓફિસમાં ઉઘરાણીના મામલે થયેલા વિવાદમાં અંધાધૂંધ ફાયરિંગ થયું હતુ. જેમાં રમેશચંદ્ર દૌદયાલ અગ્રવાલ અને આલાભાઈ કમાભાઈ રબારીના ઘટનાસ્થળે જ મળત્યુ નીપજ્યા હતા, જ્યારે અન્ય ત્રણ વ્યક્તિઓ ગંભીર રીતે ઈજાગ્રસ્ત થયા હતા. આ અંગે સીટી બી ડિવિઝન પોલીસ સ્ટેશન ગુરન-૦૪૬૬/૨૦૦૬ ઇ.પી.કો કલમ ૩૦૨,૩૦૭, ૧૨૦(બી) આર્મ્સ એકટ કલમ ૨૫(૧) બીએ મુજબનો ગુનો નોંધાયેલ હતો.
સદર ગુના બાબતે આઇ.જી.પી. , રાજકોટ રેંજ, અશોકકુમાર યાદવ નાઓની સુચનાથી, પોલીસ અધિક્ષક ડો. રવિ મોહન સૈની પોલીસ અધિક્ષક પ્રતીભા ની સુચના તેમજ જામ શહેરના નાયબ પોલીસ અધિક્ષક જયવિરસિંહ ઝાલા નાઓના માર્ગદર્શન મુજબ એસ.આઇ.ટી. ટીમ ની રચના કરવામા આવેલ. જેમાં સીટી-બી પો.ઇન્સ., પો.સ.ઇ. એમ.વી.મોઢવાડીયા, પો.સ.ઈ. એમ.વી.ભાટીયા , પો.સ.ઈ. પી.એન. મોરી નાઓની સાથે એક એસ.આઇ.ટી. ટીમ ની રચના કરવામાં આવેલ જે બાદ સદરહુ ગુનામાં છેલ્લા ૨૦ વર્ષ થી-ગુનો બન્યો ત્યારથી ફરાર હત્યાના આરોપીઓને ત્વરીત પકડી પાડવા માટે તપાસ કરનાર પો.ઈન્સ. સીટી બી ડિવી. પો.સ્ટે. નાઓને સુચના કરવામા આવેલ જે બાદ એસ.આઈ. ટી ની ટીમએ કાગળોનો અભ્યાસ કરી ટેકનિકલ તથા હ્યુમન્સોર્સિ થી સતત પ્રયત્નો કરવામા આવેલ.
જે બાદ સદરહું ગુન્હાના આરોપીઓને પકડી પાડવા એસ.આઈ.ટી. ની ટીમ પો.સબ ઇન્સ. એમ.વી. મોઢવાડીયાના નેતળત્વ માં પો.હેડ કોન્સ્ટેબલ દશરથસિંહ તથા પો.કોન્સ ધર્મેન્દ્રસિંહ વાઢેર તથા પો.કોન્સ. સાજીદભાઈ બેલીમ નાઓને મોકલતા તેઓએ ને માહીતી મળેલ કે આરોપી-જીતેન ઉર્ફે જીતેન્દ્ર ઉર્ફે જીતુ ગુપ્તા ઉર્ફે જીતુ પોરવાલ સ/ઓ રમેશન્દ્ર ગુપ્તા ઉર્ફે પવન કુમાર રહે અજીતમલ જી.ઓરૈયા રાજ્ય ઉતર પ્રદેશ વાળા ગામ માં સાઈબાબા ના મંદિર પાસે પોતાનું નામ બદલી ને રહે છે જેથી લાબા સમય સુધી ટેકનીકલ તપાસ કર્યા બાદ, ટીમ ના સભ્યો એ પોતાનો વેશ પલટો કરી ૨ દિવસ સુધી સર્વેલસ તથા રેકી કરતા જાણવા મળેલ કે આરોપી પોતાના અલગ-અલગ નામનો ઉપયોગ કરી પોતાની ઓળખ છુપાવી ને રહે છે જેથી આરોપીને સાચી ઓળખ કરીને આરોપીને પકડી પાડી કાયદેસરની કાર્યવાહી કરેલ છે.પકડાયેલ આરોપીનુ નામઃ(૧) જીતેન ઉર્ફે જીતેન્દ્ર ઉર્ફે જીતુ ગુપ્તા ઉર્ફે જીતુ પોરવાલ સ/ઓ રમેશન્દ્ર ગુપ્તા ઉર્ફે પવન કુમાર રહે અજીતમલ જી.ઓરૈયા રાજ્ય ઉત્તર પ્રદેશ
(1:13 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
