તા. ૧૨ નવેમ્બર ર૦ર૬ વિક્રમ સંવત ર૦૮૩ કારતક સુદ – ૩ ગુરૂવાર
News of Thursday, 5th February 2026
દ્વારકા જીલ્લામાં ૯૮ પોલીસ કર્મીઓની સામુહિક બદલીઓ

ખંભાળીયા તા. પ :.. દ્વારકા જિલ્લા પોલીસ વડાશ્રી જયરાજસિંહ વાળાએ ગઇકાલે મોડી સાંજે તાકીદથી અમલ થાય તેવી રીતે ખંભાળીયા, સલાયા, દ્વારકા ઓખા, ભાણવડ, પોલીસ હેડ કવાર્ટર, ટ્રાફિક, એલ. સી. બી. એસ. ઓ. જી. મહિલા પો. સ્ટેશન, વાડીનાર, સહિતના પોલીસ સ્ટેશનોમાં એક સાથે ૯૯ પોલીસ કર્મી જમાદાર, પોલીસ કોન્સ્ટેબલ એ. એસ. આઇ. ના સામુહિક બદલીના હુકમ કરતા ચર્ચા જાગી છે તો વર્ષો જુના પણ એક જ જગ્યાએ રહેલા કર્મીઓ પણ બદલાયા છે.
ખંભાળીયા એ. એસ. આઇ. દીપકભાઇ રાવલીયાને એલ. સી. બી.માં, ખંભાળીયા પો. સ્ટેશનના જયપાલસિંહ જાડેજા, યોગરાજસિંહ ઝાલા, રમેશભાઇ માધર, નિર્મળાબાનું કંઠીયા, હેતલબેન અમરેલીયા, રાજલ રાવલીયા, દિવ્યરાજસિંહ જાડેજા, મહીપતસિંહ જાડેજા તથા લાલજીભાઇ જોશીને ભાણવડ પોલીસ સ્ટેશનમાં બદલાયા છે.
ભાણવડના પ્રવિણાબેન ચૌહાણ, જાગૃતિબેન જેઠવા, ભીમાભાઇ મોરી, અજય ભારવાડીયા, પમાભાઇ કોડીયાતર, પીયુષભાઇ ગંભીરને ખંભાળીયા પોલીસ સ્ટેશનમાં મુકાયા છે.
કલ્યાણપુરના હરીશભાઇ બારીયા, તથા રામશીભાઇ ઘાવડાને ખંભાળીયા પો. સ્ટેશનમાં રામશીભાઇ પીંડારીયા તથા ધરણાંત માડમને દ્વારકા મુકાયા છે. દ્વારકાના સંજયભાઇ વાંક, હિતેન્દ્રસિંહ જાડેજા, હીરલબેન મકવાણાને કલ્યાણપુર પો. સ્ટેશનમાં મુકાયા છે. મહીલા પો. સ્ટેશનના મુળુભાઇ ગોમીયાને સલાયા, કલ્પનાબેન કણઝારીયાને સલાયા, દામજીભાઇ કણઝારીયાને વાડીનાર મુકાયા છે. હેડકવાર્ટરમાં ફરજ બજાવતા લીલુબેન મોઢવાડીયા, કાનુભાઇ કામળીયા, રસીયાબેન સોલંકી, અલ્પાબેન આંબલીયાને મહીલા પોલીસ સ્ટેશનમાં મુકાયા છે.
ટ્રાફિક શાખાના હમીરભાઇ ચંદ્રાવાડીયા, તથા ભોજાભાઇ ગોમીયાને હેડકવાર્ટરમાં તથા શકિતસિંહ જાડેજાને ઓખા મરીનમાં મૂકાયા છે.
(12:04 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
