તા. ૧૨ નવેમ્બર ર૦ર૬ વિક્રમ સંવત ર૦૮૩ કારતક સુદ – ૩ ગુરૂવાર
News of Thursday, 5th February 2026
કાગદડીમાં અગાસી ઉપર લોખંડની સીડી ઉભી કરતાં વિજતારને અડી ગઇઃ કરંટથી સુરજનું મોત
મુળ બિહારનો યુવાન પિતા, ભાઇ સાથે કંપનીમાં રહી કામ કરતો હતોઃ પરિવારમાં ગમગીની

રાજકોટ તા. ૫: મોરબી રોડ પર આવેલા કુવાડવા તાબેના કાગદડી ગામમાં આવેલી કંપનીમાં પિતા, ભાઇ સાથે રહી કામ કરતો મુળ બિહારનો યુવાન અગાસી પર હતો ત્યારે લોખંડની સીડી ઉભી કરવા જતાં સીડી બાજુમાંથી પસાર થતી વિજલાઇનને અડી જતાં કરંટ લાગતાં તેનું મોત થયું છે.
જાણવા મળ્યા મુજબ કાગદડીમાં માધવ હોટેલ પાછળ આવેલી ફોર્સ ઇન્ડિયા બેવરેજીસ કંપનીમાં ક્વાર્ટરમાં રહેતો અને અહિ ઓફિસ બોય તરીકે કામ કરતો સુરજકુમાર ધીરજકુમાર ઝા (ઉ.વ.૨૧) સાંજે પાંચેક વાગ્યે કંપનીના અગાસીના ભાગે હતો ત્યારે લોખંડની સીડી નીચે પડી હોઇ તે ઉભી કરતો હતો તે વખતે બાજુમાંથી પસાર થતી વિજ લાઇનને સીડી અડી જતાં સુરજકુમારને જોરદાર કરંટ લાગતાં બેભાન થઇ પડી ગયો હતો.નજીકમાં જ તેના પિતા ધીરજકુમાર હોઇ બુમાબુમ કરતાં બીજા લોકો ભેગા થઇ ગયા હતાં. કંપની માલિક પણ દોડી આવ્યા હતાં. સુરજકુમારને તુરત જ બેભાન હાલતમાં સારવાર માટે રાજકોટ સિવિલ હોસ્પિટલમાં ખસેડયો હતો. પરંતુ અહિ તેનું મૃત્યુ થયું હતું. હોસ્પિટલ ચોકીના સ્ટાફે જાણ કરતાં કુવાડવા પોલીસ સ્ટેશનના લક્ષમણભાઇ મહાજને કાર્યવાહી કરી હતી.
મૃત્યુ પામનાર સુરજકુમાર બે ભાઇમાં મોટો અને અપરિણીત હતો. તેના પિતા પણ આ કંપનીમાં સિક્યુરીટી ગાર્ડ તરીકે કામ કરે છે. મૃતદેહને અંતિમવિધી માટે વતન બિહાર લઇ જવાયો હતો.
(11:11 AM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
