<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Thursday, 5th February 2026

જૂનાગઢમાં પેટ્રોલ છાંટી વેપારી યુવાનનું અગ્નિસ્‍નાન

એક તરફી પ્રેમમાં પાગલ થઈ પગલું ભર્યાની ચર્ચા, મળતક પરિણીત, ૨ સંતાનના પિતાઃ આપઘાતથી ચકચાર

(વિનુ જોષી દ્વારા) જુનાગઢ તા. ૫ :.. જૂનાગઢમાં પેટ્રોલ છાંટી અગ્નિતાાન કરી લેવાના વેપારી યુવાનના આત્‍મઘાતી પગલા પાછળનું ચોક્કસ કારણ મેળવવા પોલીસે તપાસ હાથ ધરી છે.શહેરમાં ચિત્તાખાના ચોક પાસે ઢાલ રોડ પર રહેતા ૩૨ વર્ષીય કપડાના વેપારી જાબીર ગુલામઅલી કાદરી શહેરમાં મોતીબાગ પાસેના રાયજી બાગ શોપિંગ સેન્‍ટરના ત્રીજા માળે આવેલ એક સ્‍ટડી સેન્‍ટર પર પહોંચ્‍યા હતા. જ્‍યાં તેમણે પોતાના શરીર પર પેટ્રોલ છાંટી અગ્નિતાાન કરી લીધું હતું. ઘટનાની જાણ થતા પોલીસ, ફાયર બ્રિગેડનો કાફલો સ્‍થળ પર પહોંચ્‍યો હતો અને ભડથું થયેલા મળતદેહને પોસ્‍ટમોર્ટમ માટે મોકલી આપી કોમ્‍પ્‍લેક્‍સ સહિતની જગ્‍યાના સીસીટીવી ફૂટેજ ચકાસવાનું શરૂ કર્યું હતું.યુવાને કયાં કારણસર આત્‍મહત્‍યા કરી તેની પાછળનો ચોક્કસ કારણ જાણવા મળ્‍યું નથી પરંતુ મળનારે સ્‍ટડી સેન્‍ટરની એક યુવતી સાથેના એક તરફી પ્રેમમાં પાગલ થઈને પગલું ભર્યું હોવાની ચર્ચા થઈ રહી છે. ઘટના અંગે મરનાર યુવાનના પિતા ગુલામઅલી હુસેનમિયા કાદરીનું નિવેદન લઈ સી ડિવિઝન પીએસઆઇ એચ. બી. ચૌહાણે આગળની કાર્યવાહી કરી વધુ તપાસ હાથ ધરી હતી.મળતક વેપારી જાબીર ગુલામઅલી કાદરી ઢાલ રોડ પર રહે છે. તેઓ પરિણીત હોવા ઉપરાંત ૨ સંતાનના પિતા હોવાનું જાણવા મળ્‍યું છે.

(11:07 AM IST)