<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Thursday, 5th February 2026

ગોંડલ આસપાસ રાજકોટ જિલ્લામાં શંકાસ્‍પદ ડીઝલ વેચાણ સામે ચેકીંગ કરવા કોંગ્રેસની માંગ

(જીતેન્‍દ્ર આચાર્ય દ્વારા) ગોંડલઃતા.પ,  રાજકોટ જીલ્લામાં કેટલીક  કંપનીના શંકાસ્‍પદ લાઈસન્‍સના આધારે નેશનલ તથા સ્‍ટેટ હાઈવેની આજુબાજુમાં ખુલેલા ડીઝલના વેચાણ પંપ વિરૂધ્‍ધ યોગ્‍ય તપાસ કરી કાર્યવાહી કરવા ગોંડલ તાલુકા કોંગ્રેસ પ્રમુખ એ રજૂઆત કરી છે.

ગોંડલ તાલુકા કોંગ્રેસ પ્રમુખ હર્ષદસિંહ ઝાલા એ જિલ્લા કલેક્‍ટર ને પત્ર લખી જણાવ્‍યું હતું કે રાજકોટ જીલ્લામાં નેશનલ તથા સ્‍ટેટ હાઈવે સહીતની જગ્‍યાઓ ઉપર  બાયોડીઝલ કંપનીના લાઈસન્‍સના આધારે ગેરકાયદેસર રીતે વાહનોમાં ડીઝલ પુરવા માટેના પંપો ધમધમતા હોય  તપાસ કરતા  કોઈ પણ પ્રકારનું કાયદેસર પરમીશન કે મંજુરી ના હોય ખોટા આધાર પુરાવાના આધારે લાઈસન્‍સ આપીને બાયોડીઝલને બદલે  પ્રતિબંધીત અતી પ્રદુષણ ફેલાવતા ઈધનનું ગેરકાયદેસર વેંચાણ ચાલી રહ્યું છે.

 મળેલ ફરીયાદો મુજબ કંપનીનું ઈધણ ઉંચી કિંમતે પડતર થતું હોય લાઈસન્‍સ ધારકોને વધુ નફો ના મળતો હોય સાંઠગાંઠ કરીને પ્રદુષણ ફેલાવતા ઈંધણનું ગેરકાયદેસર વેંચાણ કરતા હોય તો જીલ્લા કલેકટર દ્વારા કડક કાર્યવાહી કરવામાં આવે તેવી માંગ છે. કંપનીની વૈધ્‍યતાની યોગ્‍ય તપાસ કરવી તથાકંપનીના લાઈસન્‍સના આધારે પંપો દ્વારા વેંચાણ કરવામાં આવતા ઈધણની માન્‍ય લેબોરેટરી દ્વારા તપાસ કરવામાં આવે તે પણ જરૂરી છે.

હાલમાં ભારત સરકાર દેશમાં વધી રહેલા ગ્‍લોબલ ર્વોમિંગની બાબતમાં ખુબ સજાગ અને કડક હોય પરંતુ આ પંપો દ્વારા વેંચાણ કરવામાં આવતું ઈંધણ ખુબ પ્રદુષણ ફેલાવતું હોય અને સરકારને મળતા ટેક્ષમાં પણ ભારે નુકશાન થતું હોય છે તેવું અંત માં જણાવ્‍યું હતું

(10:50 AM IST)