તા. ૧૨ નવેમ્બર ર૦ર૬ વિક્રમ સંવત ર૦૮૩ કારતક સુદ – ૩ ગુરૂવાર
News of Thursday, 5th February 2026
કચ્છના મુન્દ્રામાં નદીમાં ડૂબી ગયેલ યુવાનની આખરે લાશ મળી : માછલી પકડવા જતા તળાવમાં ડૂબ્યો'તો
મૂળ બિહાર નો અને મજૂરી કામ કરતો ૩૧ વર્ષીય સોનુ કુમાર રામા શંકર રામ પોતાના ઘેર થી ગુમ થતા તેની પત્ની ગંગા દેવી એ મુન્દ્રા પોલીસ મથક માં ગુમનોંધ કરાવી'તી

(વિનોદ ગાલા દ્વારા) ભુજ તા.૫ : કચ્છના મુન્દ્રામાં નદીમાં ડૂબી ગયેલા યુવાનની ભારે શોધખોળ બાદ આખરે લાશ મળી છે. મુન્દ્રા પોલીસ, ઝરપરાના તરવૈયા, અને ભુજ ની ફાઇટર ટીમ એ ગત રાત્રી સુધી મહેનત કરી હતી. પણ સોનુ કુમાર રામા શંકર રામ નો મૃતદેહ તરતો જોવા મળતા તેને બહાર કાઢવા માં આવ્યો હતો અને મુન્દ્રા પોલીસે પી.એમ. માટે મુન્દ્રા જનરલ હોસ્પીટલ પહોંચતો કર્યો હતો.
આ બનાવ અંગે પોલીસ સૂત્રો એ જણાવ્યું હતું કે મુન્દ્રા નજીક લેબર વસાહત માં રહેતો મૂળ બિહાર નો અને મજૂરી કામ કરતો ૩૧ વર્ષીય સોનુ કુમાર રામા શંકર રામ ગઈકાલે પોતાના ઘેર થી ગુમ થતા તેની પત્ની ગંગા દેવી એ મુન્દ્રા પોલીસ મથક માં ગુમનોંધ કરાવતા મુન્દ્રા પોલીસ એ જાણકારી મુજબ રાશા પીર સર્કલ અને ટી પોઇન્ટ વચ્ચે આવેલ નદી માં તે માછલી પકડવા ગયો હોવા ની જાણકારી મળતા ઝરપરા ના ૩ તરવૈયા ઉંમર દાઉદ, સલીમ સિદ્ધિક અને ઈબ્રાહીમ આમદ એ તરવૈયા ઓ એ ગઈકાલે રાત્રી સુધી સોનુ કુમાર ના મૃતદેહ ને શોધવા મહેનત કરી હતી અને ભુજ ની ફાયર ફાઇટર ટીમ એ પણ ખુબ મહેનત કરી હતી.. પણ સફળતા મળી ન હતી.. બાદ માં આજે ઝીરો પોઇન્ટ પોલીસ મથક ના દિનેશ ગોહિલ અને નવીન ખટાણા એ જણાવ્યું કે સોનુ કુમાર નો મૃત દેહ બપોરે બે વાગ્યે તેનો ધડ તરતો જોવા મળતા તરવૈયા ઓની મદદ થી બહાર કાઢવામાં આવ્યો હતો અને પી એમ માટે મુન્દ્રા જનરલ હોસ્પીટલ લઈ જવા માં આવ્યો હતો.. મુન્દ્રા પોલીસ એ આગળ ની કાર્યવાહી હાથ ધરી છે. (તસ્વીર: રાજ સંઘવી)
(9:27 AM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
